હનીમૂન પરથી પરત આવ્યા નયનતારા-વિગ્નેશ, પારદર્શક ટોપમાં અભિનત્રીની તસવીરો થઇ વાયરલ

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બેસ્ટ અભિનેત્રીઓમાંની એક નયનતારા હાલના દિવસોમાં પોતાના જીવનની સુંદર પળો માણી રહી છે.અમુક દિવસો પહેલા જ નયનતારા અને વિગ્નેશ લગ્નગ્રંથિથી જોડાયા છે. લગ્ન પછી તરત જ બંને હનીમૂન માટે થાઈલેન્ડ રવાના થયા હતા. હનીમુનની બંનેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.એવામાં તાજેતરમાં જ નયનતારા અને વિગ્નેશ હનીમૂન પરથી પરત ફર્યા છે.

હનીમૂન પરથી પરત આવ્યા બાદ વિગ્નેશે નયનતારા સાથેની અમુક તસવીરો શેર કરી છે જે લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે. તસ્વીરોમાં બંને ગાર્ડનમાં ઉભા રહીને પોઝ આપતા દેખાઈ રહ્યા છે. તસ્વીરોમાં બંનેનો લુક એકદમ સિમ્પલ છે. વિગ્નેશ ક્રીમ ટ્રાઉઝર અને શર્ટમાં એકદમ કુલ લાગી રહ્યા છે જ્યારે નયનતારા સફેદ ટ્રાન્સ્પરેન્ટ ટોપ અને જીન્સમાં ખુબ જ ક્યૂટ લાગી રહી છે.

અમુક તસવીરોમાં નયનતારા સેલ્ફી લેતી પણ જ હોવા મળી રહી છે. આ આઉટફિટ સાથે નયનતારાએ પોતાના વાળમાં પોનીટેલ બનાવી રાખી હતી અને હળવો મેકઅપ પણ કર્યો હતો.નયનતારાએ રેડ પર્સ પણ કેરી કર્યું હતું અને વ્હાઇટ સૂઝ પણ પહેર્યા હતા. આ લુકમાં નયનતારા એકદમ ક્યૂટ લાગી રહી હતી.

મળેલી જાણકારીના આધારે નયનતારા શાહરુખ ખાનની ફિલ્મમાં જોવા મળશે. હનીમૂન પરથી આવતા જ નયનતારા શાહરુખ સાથે શુટિંગ શેડ્યુલમાં શામિલ થઇ ગઈ છે. ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પુરા થવા પર શનિવારે ઇન્સ્ટા લાઈવ દરમિયાન શાહરુખ ખાને ફિલ્મ જવાન વિશે કોઈપણ વાત કહી ન હતી, માત્ર એટલી જ જાણકારી આપી હતી કે આ ફિલ્મમાં નયનતારા ખાસ કિરદારમાં હશે.

નયનતારા પાસે હાલ શાહરૂખની ફિલ્મ જવાન સિવાય ચિરંજીવીની ફિલ્મ ગોડફાધર પણ છે. આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન પણ જોવા મળશે.આ સીવાય નયનતારા પૃથ્વીરાજ સુકુમારનની સાથે પણ જોવા મળશે. નયનતારા અને વિગ્નેશે 9 જૂનના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં ખુબ ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. લગ્નમાં શાહરુખ ખાન, રજનીકાંત, ડાયરેક્ટર એટલી, થલપતી વિજય અને અજિત જેવા કલાકારો પણ શામીલ થયા હતા.

Krishna Patel