લે બોલો, મેરેજના 4 મહિનામાં સાઉથની ખુબસુરત હીરોઈનની ઘરે પધાર્યા 2 બાળકો, ઉઠ્યા સવાલો…

ખુશખબરી: લગ્નના 4 મહિના બાદ જ માતા બની નયનતારા, હેન્ડસમ પતિ સાથે ટ્વીન્સ બાળકોની તસવીરો આવી સામે…જુઓ PHOTOS

મનોરંજન જગતમાંથી એક પછી એક ખુશ ખબરીઓ સામે આવી રહી છે, બોલીવુડની જેમ સાઉથનો પણ ખુબ જ મોટો ચાહકવર્ગ છે અને એટલે જ સાઉથના કલાકારો પણ હંમેશા લાઇમલાઇટમાં છવાયેલા રહેતા હોય છે, ઘણા કલાકારોના અંગત જીવન વિશે પણ ચાહકો જાણવા માંગતા હોય છે, ત્યારે હાલમાં જ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખુશખબરી ચાહકોને મળી છે. સાઉથની ખ્યાતનામ અભિનેત્રી નયનતારાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લેડી સુપરસ્ટાર નયનતારા અને વિગ્નેશ શિવને આ વર્ષે 9 જૂને ધામધૂમથી લગ્ન કર્યા હતા અને 4 મહિના પછી તેઓ માતા-પિતા બની ગયા છે. નયનતારા અને વિગ્નેશને જોડિયા પુત્રો છે અને તેમના છોકરાઓનું નામ ઉયર અને ઉલગામ રાખ્યું છે. બાળકોના નામને લઈને સોશિયલ મીડિયા પર નયનતારા અને વિગ્નેશના ચાહકોમાં ભારે ઉત્તેજના છે. લોકો તેમના બાળકોના આ અનોખા નામનો અર્થ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

લગ્નના માત્ર 4 મહિના પછી ઘરના આ નાના મહેમાનોના સારા સમાચારે દુનિયાભરના ચાહકોને પણ ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર લોકો આ એક્ટર્સને પૂછતા પણ જોવા મળે છે કે તેઓ કોના બાળકો છે ? લોકોએ પૂછ્યું કે 3-4 મહિનાના લગ્નમાં આવું કેવી રીતે થઈ શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નયનતારા આ જોડિયા બાળકોની બાયોલોજીકલ માતા નથી, પરંતુ તે સરોગસીની મદદથી આ બાળકોની માતા બની છે. તેઓએ આ બાળકોના નામ ઉયર અને ઉલગામ રાખ્યા છે. હવે સોશિયલ મીડિયા પર જ્યાં એક તરફ લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે તો લોકો બાળકોના નામનો અર્થ પણ જાણવા ઈચ્છી રહ્યા છે.

નયનતારા અને વિગ્નેશ શિવન તેમના બે પુત્રોના નાના પગને ચુંબન કરીને ખૂબ જ ખુશ છે. ફોટો શેર કરતા વિગ્નેશ શિવને લખ્યું, ‘નયન અને હું આજે અમ્મા અને અપ્પા બની ગયા છીએ. અમને જોડિયા પુત્રો છે. અમારી બધી પ્રાર્થના, અમારા પૂર્વજોના આશીર્વાદ અમને અમારા બંને બાળકોના રૂપમાં મળ્યા છે. અમને તમારી બધી પ્રાર્થનાની જરૂર છે. ઉયર અને ઉલગામ.’

તમને જણાવી દઈએ કે ઉયર અને ઉલગમ તમિલ શબ્દો છે અને બંનેનો અર્થ ખુબ જ અનોખો છે. તમિલમાં, જ્યાં ઉયરનો અર્થ જીવન થાય છે લાઇફ, તો ઉલગમનો અર્થ થાય છે વિશ્વ. નયનતારા અને વિગ્નેશને સાઉથથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ તરફથી પણ ખૂબ અભિનંદન મળી રહ્યા છે. વિક્કી કૌશલ, અર્જુન કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સે પણ નવા માતા-પિતા બનેલા આ સ્ટાર્સને અભિનંદન પાઠવ્યા છે. નયનતારા અને વિગ્નેશે બાળકોની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

Niraj Patel