લગ્નના 4 મહિનામાં જ નયનતારાના જોડિયા બાળકોના જન્મને લઈને છેડાયેલા વિવાદ ઉપર હવે પતિ વિગ્નેશને આપવી પડી સફાઈ, જુઓ શું કહ્યું

આ હિરોઈનને બોલો ચાર જ મહિનામાં 2 બાળકો આવી ગયા, હવે પતિએ અંદરનો એક ખુલાસો કર્યો, જાણો વિગતવાર

થોડા સમય પહેલા જ સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખુશખબરી સામે આવી હતી, સાઉથની ખ્યાતનામ અભિનેત્રી નયનતારાએ સરોગેસી દ્વારા બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, જેના બાદ ચાહકો તેમને બાળકોના જન્મ પર શુભકામનાઓ આપવા લાગ્યા હતા તો બીજી તરફ આ બાળકોના જન્મને લઈને વિવાદ પણ થયો હતો. લગ્નના ચાર જ મહિનામાં વિગ્નેશ અને નયનતારા માતા પિતા બનવા પર ઘણા લોકો તેમને ટ્રોલ પણ કરી રહ્યા હતા તો સરકારે પણ આ બાબતે તપાસના આદેશ આપ્યા હતા.

આ ટ્વિન્સ વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે દરેક વ્યક્તિ અલગ-અલગ અનુમાન લગાવી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે બંનેએ સરોગસીના નિયમોનું પાલન કર્યું ન હતું. આ બધાની વચ્ચે હવે વિગ્નેશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટને વિગ્નેશની સ્પષ્ટતા તરીકે જોવામાં આવી રહી છે. વિગ્નેશે આ પોસ્ટ કરતાની સાથે જ તે ઝડપથી વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર ફાટી નીકળેલા વિવાદ વચ્ચે વિગ્નેશે ઈન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં વિગ્નેશે લખ્યું “બધું તમારી પાસે યોગ્ય સમયે આવે છે. ધીરજ રાખો અને આભારી બનો.” વિગ્નેશની આ પોસ્ટ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. વિગ્નેશની આ પોસ્ટને દરેક તેના સ્પષ્ટીકરણ તરીકે જોઈ રહ્યા છે.

જ્યારથી વિગ્નેશ અને નયનતારા જોડિયા બાળકોના માતા-પિતા બન્યા છે ત્યારથી તે સીધું કંઈપણ કહેવાનું ટાળતા જોવા મળે છે. ત્યાં ટ્વિટર પર નયનતારા અને વિગ્નેશ શિવનના જોડિયા બાળકો વિશે ચાલી રહેલી ચર્ચાએ સરકારના મનમાં પણ શંકા પેદા કરી છે. લોકોના મનમાં એક સવાલ પણ છે કે શું આ બંને સ્ટાર્સે સરોગસી પ્રક્રિયાના યોગ્ય નિયમોનું પાલન કર્યું છે કે નહીં. આ બધા વચ્ચે તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સુબ્રમણ્યમે કહ્યું છે કે અમે તેની તપાસ કરી રહ્યા છીએ. હજુ એ સ્પષ્ટ નથી થયું કે બાળકો માટે સરોગસીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.

Niraj Patel