70 હજારનું શર્ટ, 2 લાખના બુટ, 15 કરોડની પ્રોપર્ટી.. સમીર વાનખેડે ઉપર નવાબ મલિકના નવા તિર

સિંઘમ ઓફિસર વિશે આ નેતાએ કહી ગંદી વાત…10 કરોડના કપડાં.. 20 લાખનું ઘડિયાળ પહેરવા વાળો ઈમાનદાર છે ? જાણો વિગત

બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ક્રુઝ ઉપરથી ડગ મામલામાં ધરપકડ કરરનાર એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને મંત્રી નવાબ મલિક વચ્ચેની લડાઈ ખતમ થવાનું નામ જ નથી લઇ રહી. ઉદ્દવ સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે મંગળવારના રોજ એકવાર ફરી પ્રેસ કોન્ફ્રેંસ કરીને સમીર વાનખેડે ઉપર મોટો આરોપ લગાવ્યો હતો.

નવાબ મલિક દ્વારા કહેવામાં આવ્યું કે વાનખેડે જે બુટ પહેરે છે તેની કિંમત 2 લાખ રૂપિયા છે અને તેના શર્ટની કિંમત 50 હજાર રૂપિયાથી પણ વધારે છે. નવાબ મલિકે કહ્યું કે, “2020માં વાનખેડેના આવ્યા બાદ એનસીબીએ એક કેસ દાખલ કર્યો છે. એજ કેસમાં સારા અલી ખાનને હાજર કરવામાં આવી. એજ કેસમાં શ્રદ્ધા કપૂરને બોલાવવામાં આવી, એ જ કેસમાં દીપિકા પાદુકોણને બોલાવવામાં આવી, આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એ કેસમાં બોલાવવામાં આવ્યા. આજ સુધી તે કેસ ના બંધ થઇ રહ્યો છે ના ચાર્જશીટ થઇ રહી છે. એવું તો શું છે કે 14 મહિના સુધી કેસ બંધ નથી થઇ રહ્યો ? આ કેસ અંતર્ગત હજારો કરોડ વસુલવામાં આવ્યા છે. આ બધું માલદીવમાં થયું છે.”

મલિકે આગળ કહ્યું કે, “અમે બે તસવીરો મૂકી છે, એક માલદીવની છે અને એક દુબઇની. એ કહીને ભાગી જવું કે હું ક્યારેય દુબઇ ગયો જ નથી. બહેન દુબઇ ગઈ હતી. તમે માલદીવમાં હતા. માલદિવનો પ્રવાસ સરળ નથી. આટલા લોકો જશે તો 20-30 લાખનો ખર્ચ આવશે જ. એનસીબીની વિજિલન્સ ટિમ તેની તપાસ કરી રહી છે. બહુ જ બધા અધિકારી ટીવી ઉપર આવે છે, કોઈપણ અધિકારીનું શર્ટ 500થી વધારે મોંઘુ નથી હોતું.”

વાનખેડે ઉપર આરોપ લગાવતા મલિકે એક સવાલના જવાબમાં કહ્યું કે, “લુઇ વેટોનના બુટ 2-2 લાખ રૂપિયાના છે. બુટ બદલતા રહે છે. બરબરીના શર્ટ તમે જોશો, જે 50 હજાર રૂપિયાની ઉપરથી શરૂ થાય છે. ટી-શર્ટની કિંમત 30 હજાર રૂપિયાથી ઉપર શરૂ થાય છે.” નવાબ મલિકે એ પણ દાવો કર્યો છે કે વાનખેડે જે ટ્રાઉઝર પહેરે છે તેની કિંમત પણ લાખોમાં હોય છે. તો શર્ટની કિંમત 70 હજાર રૂપિયાથી વધારે હોય છે. વાનખેડે 25થી 50 લાખ રૂપિયાનું ઘડિયાળ પહેરે છે.

મલિકે આગળ જણાવ્યું કે આ બધી કાર્યવાહી સરકારને બદનામ કરવા માટે છે. નેતાઓને ડરાવવા માટે છે. અમે એ સ્પષ્ટ કહી દઈએ છીએ કે હવે પછીની વારી અનિલ પરબની છે. નેતાઓને ડરાવવા સત્તાનો દુરુપયોગનું કામ બંધ થાય. તમે દેશમુખજીની ધરપકડ કરી છે. કાયદો તેનું કામ કરશે. ફર્જીવાડાથી લોકોને ફસાવશો તો વસ્તુઓ સામે આવશે.

Niraj Patel