કચ્છના સફેદ રણમાં મસ્તી કરતી જોવા મળી અમિતાભ બચ્ચન પૌત્રી નવ્યા નંદા, ચાહકો બોલ્યા- ‘તમે અને જગ્યા બંને ખૂબસુરત છે’- જુઓ તસવીરો
અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદા પોતે એક બિઝનેસ વુમન છે. અભિનય કારકિર્દી બનાવવાને બદલે, નવ્યાએ તેના પિતાની જેમ બિઝનેસ કરવાનું નક્કી કર્યું. જો કે નવ્યા ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય નથી, પરંતુ અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. નવ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે અપડેટ્સ શેર કરતી રહે છે.

નવ્યા નવેલી નંદાએ હાલમાં જ તેની નાની જયા બચ્ચન અને માતા શ્વેતા બચ્ચન સાથે ‘રણ ઓફ કચ્છ’ની ટ્રિપ કરી. જેની તસવીરો નવ્યાએ સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. આ તસવીરો થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ. અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદાએ સોશિયલ મીડિયા પર ‘રણ ઓફ કચ્છ’ ટ્રીપની જે તસવીરો શેર કરી છે, તેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નવ્યા કચ્છના સફેદ રણમાં અદ્ભુત પોઝ આપી રહી છે. એક યુઝરે લખ્યું, ‘તમે ખૂબ જ સુંદર છો, અને આ જગ્યા પણ એટલી જ સુંદર છે’. જોકે, નવ્યા દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરોમાં તે એકલી જોવા મળી રહી છે. જો કે, એક વાત જેણે બધાનું ધ્યાન ખેંચ્યું તે હતી નવ્યાની માતા શ્વેતાની પોસ્ટ પર કમેન્ટ. આ તસવીરો શેર કરવા પર શ્વેતા નવ્યાને ઠપકો આપતી જોવા મળી હતી.

નવ્યાની આ પોસ્ટ પર તેની માતા શ્વેતા નંદાએ કમેન્ટ કરીને પૂછ્યું – શું તું એકલી ગઈ હતી ? આના પર નવ્યા નવેલીએ ઘણા બધા ઇમોજી શેર કર્યા. આ પછી શ્વેતા ફરીથી પૂછે છે, ‘ના કહે.’ નવ્યાના ફોટા જોઈને સ્પષ્ટ થાય છે કે તે સૂર્યાસ્તનો ભરપૂર આનંદ માણી રહી છે. નવ્યા હાલમાં અમદાવાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) માં અભ્યાસ કરી રહી છે, જે દર્શાવે છે કે નવ્યા તેના અભ્યાસ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી છે.

તે ખૂબ જ ગંભીર છે. તેના શિક્ષણ અને કારકિર્દીની દિશા દર્શાવે છે કે નવ્યા પોતાની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તે ફક્ત તેના પરિવારના નામથી જ નહીં પરંતુ તેના કામ અને સિદ્ધિઓથી પણ પોતાનું નામ બનાવવા માંગે છે. નવ્યા પ્રોજેક્ટ નવેલી નામનો એક NGO ચલાવે છે. આ ઉપરાંત, તે તેના પિતાને પણ કામમાં મદદ કરે છે.

નવ્યાએ તાજેતરમાં IIM અમદાવાદ ખાતે બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ MBA પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, તે વોટ ધ હેલ નવ્યા નામનો પોડકાસ્ટ પણ ચલાવે છે, જેણે બે સીઝન પૂર્ણ કરી છે. આ ઉપરાંત, તે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને વધારવા માટેનું આરોગ્યસંભાળ પ્લેટફોર્મ, આરા હેલ્થના સહ-સ્થાપક પણ છે.
View this post on Instagram