નવસારીમાં આરામથી સૂઇ રહ્યો હતો દીકરો ત્યારે જ પિતાના માથે એવું ભૂત સવાર થયુ કે કુહાડી મારી પતાવી દીધો

નવસારીમાં પુત્રની આવી હરકતથી કંટાળી પિતાએ રાત્રે ઊંઘમાં જ કુહાડી માથામાં મારી પતાવી દીધો, ખુલ્યું ચોંકાવનારું કારણ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત, પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ અથવા અન્ય કોઇ કારણોસર હત્યાના કિસ્સાોઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં હત્યાનો કિસ્સો નવસારીમાંથી સામે આવ્યો છે. એક પિતાએ તેના જ પુત્રની કુહાડી માથામાં મારી કરપીણ હત્યા નિપજાવી દીધી. આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ખેરગામના નારણપોર ગામે ઝઘડિયા ફળિયામાં પિતાએ જ તેના પુત્રની રાત્રે ઊંઘતા સમયે હત્યા કરી હતી.

ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી પિતાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, નવસારીના ખેરગામના નારણપોર ગામ ખાતે ઝધડિયા ફળિયામાં રહેતા ભગુભાઇ પટેલે જ તેમના 20-21 વર્ષિય પુત્ર ગણેશ પટેલની ઊંઘમાં હત્યા કરી નાખી હતી. આરોપી પિતાએ તેમના પુત્રને કુહાડીના ઘા માથામાં માર્યા હતા.

હત્યા અંગે હાલ તો એવું કારણ જાણવા મળ્યુ છે કે, મૃતક ગણેશ બેરોજગાર હતો અને તે ઘણીવાર તેના પિતા પાસે પૈસા માંગતો હતો. આરોપી પિતા લાકડા તોડવાની મજૂર કરતા અને તેઓ પુત્રની પૈસા માંગવાની હરકતથી કંટાળેલા હતા. ત્યારે બંને વચ્ચે આજે થયેલા ઝઘડાએ ઘણુ ખૌફનાક રૂપ લીધુ હતુ. આ કિસ્સો સામે આવતા જ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા લજવાઇ છે. પોલિસે પિતાની ધરપકડ કરી છે અને મૃતક ગણેશની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે.

ઉલ્લેખનીય છે કે, નવસારીના આશાનગર વિસ્તારમાં રવિવારના રોજ કપડાની દુકાનમાં ચોરો ત્રાટક્યા હતા અને દુકાનનું તાળુ તોડી કપડા અને રોકડ મળી 80,000થી વધુની ચોરી કરી હતી. આ મામલે ટાઉન પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યાં ચોરી થઇ છે, તે આસપાસ કોઇ CCTV નથી અને એ માટે આ ચોરીના કિસ્સાનો ઉકેલ લાવવો પોલિસ માટે પડકારજનક છે.

નવસારીના સુશ્રૃષા હોસ્પિટલ નજીક આવેલા એક એપાર્ટમેન્ટ રહેતી એક 26 વર્ષીય યુવતીએ તેના કથિત પ્રેમી સાથે વાત કર્યા બાદ બોલાચાલી થઇ હતી અને આ દરમિયાન સવારે ઘરે કોઈ ન હતું ત્યારે તેણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ પરિવારને અને આસપાસના લોકોને થતા પોલિસને જાણ કરવામાં આવી હતી.

Shah Jina