ભારતીય MBBS સ્ટુડન્ટ નવીનના મૃત્યુ પછી તેના મિત્રએ કર્યો આ વિડીયો શેર, જુઓ શું ધડાકો કર્યો

છેલ્લા એક અઠવાડિયાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં આજે તો ભારત માટે એક દુઃખદ સમાચાર આવી ગયા છે. આ યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કરિયાણું લેવા નીકળેલા એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, આ વિદ્યાર્થી કર્ણાટક રાજ્યનો છે અને યુક્રેનના ખાર્કિવમાં થયેલા ફાયરિંગમાં તેનું મોત થયું છે.

હજુ પણ હજારો ભારતીયો ત્યાં ફસાયા છે એવામાં યુક્રેનને લઈને આપણા PM નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે વધુ એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યયક્ષતા કરી છે. યુક્રેન અને રશિયા વચ્ચે આજે યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. ફસાયેલા હજારો સ્ટુડન્ટ્સને પરત લાવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યાં છે. પીએમ મોદી આ પહેલાં યુક્રેન મુદ્દે ચાર બેઠક કરી ચુક્યા છે. બેઠકમાં નાગરિકોની વાપસી પર ચર્ચા થઈ છે.

રશિયા અને યુક્રેન વચ્ચે બોમ્બ ધડાકામાં કર્ણાટકના હાવેરી જિલ્લામાં રહેતા એક ભારતીય સ્ટુડન્ટ નવીનનું મૃત્યુ થઇ ગયું છે.આ ઘટના બાદ નવીનના એક મિત્રએ એક વિડીયો શેર કર્યો છે. જેમાં મિત્રે જણાવ્યું કે, મારું નામ લવકેશ કુમાર છે, હું છેલ્લા વર્ષનો સ્ટુડન્ટ છું, મારા એક દોસ્ત નવીનનું પડોશમાં મિસાઇલ ફાયરિંગને કારણે મૃત્યુ થયું હતું,

અમે આપણી સરકાર પાસે વહેલી તકે માંગ કરીએ છીએ કે કૃપા કરીને અહીં ફસાયેલા બાળકોને વહેલી તકે બચાવો,કારણ કે અહીં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, અમને એ પણ ખબર નથી કે અમે પાછા આવીશું કે નહીં, આશા છે કે ભારત સરકાર ટૂંક સમયમાં કંઈક કરી શકે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્ણાટકનો સ્ટુડન્ટ નવીન ચોથા વર્ષનો વિદ્યાર્થી હતો. લગભગ 14,000 ભારતીય નાગરિકો હજુ પણ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા છે. ફોરેન મિનિસ્ટરે મંગળવારે તમામ ભારતીય નાગરિકોને વહેલી તકે યુક્રેનની રાજધાની છોડી દેવાની સલાહ આપી છે, કારણ કે રશિયન દળોના હુમલાઓને કારણે કિવમાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આજ સવાર સુધીમાં 1600થી વધુ આપણા વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

YC