હાઇવે પર કન્ટેનરની બ્રેક ફેલ, 48 ગાડીઓનો વાળી નાખ્યો કચ્ચરઘાણ, 50થી વધુ ઘાયલ, જુઓ વીડિયો

ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા એવા અકસ્માત જોવા મળે છે જેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. એમાં પણ હવે શિયાળાનો સમય છે અને શિયાળામાં રસ્તા પર કે હાઈ વે પર ધુમ્મસના કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે. એવા જ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં હાઈ-વે પર આંખના પલકારે જ એક પછી એક 48 ગાડીઓ ધડાકાભેર એકબીજા સાથે અથડાઈ ગઈ.

આ ઘટના સામે આવી છે પુણેમાંથી મુંબઈ બેંગલુરુ રાજમાર્ગ પર. જેમાં એક પુલ પાસે એક ટ્રકની ચપેટમાં આવવાના કારણે એક પછી એક 48 વાહનો ટકરાઈ ગયા. આ ગમખ્વાર અકસ્માતમાં તમામ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો સાથે જ 50થી પણ વધુ લોકો ઘાયલ થયા હોવાની ખબર પણ સામે આવી. જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આ ઘટના રવિવારે મોડી સાંજે બની હતી.

રવિવારે સાંજે પુલની પાસે ઢાળ પરથી ઉતરતા સામે એક કન્ટેનરે પોતાનું નિયંત્રણ ખોઈ દીધું હતું અને સામેથી પૂર પાટ ઝડપે આવી રહેલી ગાડીઓને ટક્કર મારી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર દુર્ઘટનાનું કારણ કન્ટેન્ટરની બ્રેક ફેલ જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને ત્યાં નજરે જોનારા લોકોએ જણાવ્યું કે ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડકર્મી, પોલીસ કર્મી અને રસ્તે જતા લોકો દ્વારા બચાવ કાર્ય કરવામાં આવ્યું. ઘાયલોને તરત જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા.

પુણે સીટી પોલીસ અને પુણે મેટ્રોપોલિટિન રિજન ડેવલોપમેન્ટ ઓથોરિટીના સ્થાનિક પોલીસ અને અગ્નિશમન સેવાઓ દ્વારા મીડિયાને આપેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના લગભગ 8.30 વાગે નાવલે બ્રિજ વિસ્તારમાં ઘટી હતી. જયારે એક પુરપાટ ઝડપે દોડી રહેલું કન્ટેન્ટર સતારાથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું, ત્યારે તેની બ્રેક ફેલ થઇ ગઈ અને નિયત્રંણ ખોઈ બેસતા 48 ગાડીઓને ચપેટમાં લીધી હતી.

Niraj Patel