નેશનલ હાઇવે જોતજોતામાં સરકી ગયો, 3 મહિના પહેલાં રૂપિયા 200 કરોડના ખર્ચે થયો હતો તૈયાર, જુઓ વીડિયો

વીડિયો : 200 કરોડના ખર્ચે તૈયાર થયેલ નેશનલ હાઇવે ફક્ત ૫ સેકંડમા જ થયો ધરાશાયી, આ વીડિયોમાં જોવા મળ્યુ ભયંકર દ્રશ્ય

અરુણાચલપ્રદેશની રાજધાની ઇટાનગરમાં સતત થઇ રહેલ વરસાદને કારણે પાણીનો ભરાવ થતા માટી ધસી ગઇ જેને કારણે નેશનલ હાઇને 415ના રસ્તા કિનારાવાળી દીવાલ પર દબાણ આવ્યુ અને તે પડી ગઇ. ત્યાં હાજર એક વ્યક્તિ દ્વારા આ ઘટનાનો વીડિયો બનાવી લેવામાં આવ્યો, જે હાલ વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટનાનો ભયાવહ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. આ વીડિયો અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં ઇંદિરા ગાંધી પાર્કના નજીકનો છે. જયાં સતત વરસાદને કારણે માટી ધસી પડી.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, રસ્તાની બીજી બાજુનો ટ્રાફિક દસ્તૂર જારી હતો પરંતુ સારી વાત એ રહી કે અહીં ગાડીઓ ચાલી રહી હતી નહિ, નહિ તો મોટી દુર્ઘટના થઇ શકતી હતી.

Shah Jina