હાલમાં આઇપીએલનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ક્રિકેટરો અત્યારે મેદાનની અંદર ધૂમ મચાવી રહ્યા છે. આ દરમિયાન તેમની પત્નીઓ પણ હાઈલાઈટ થતી રહે છે. હાલમાં જ હાર્દિક પંડ્યાની પત્ની નતાશાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
નતાશા પોતાના દીકરા સાથે સ્વિમિંગ પુલની અંદર તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં નતાશા અને હાર્દિકના દીકરા અગત્સ્યનો ક્યૂટ અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
સ્વિમિંગ પુલની અંદર અગત્સ્ય અને નતાશા મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. પોતાની માતાના ખોળાની અંદર અગત્સ્ય પોતાની ખુશી વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે.
તો નતાશા પણ સ્માઈલ કરતા કેમેરામાં પોતાના દીકરા સાથે પોઝ આપી રહી છે. પોતાની આ તસ્વીર સાથે નતાશાએ એક હાર્ટ ઈમોજી પોસ્ટ કરી અને પોતાનો પ્રેમ અભિવ્યક્ત કર્યો છે.
નતાશાની આ તસ્વીર ઉપર હાર્દિક પંડ્યા સહીત ઘણા બધા ચાહકો દ્વારા રિએક્ટ કરવામાં આવ્યું છે. હાર્દિકે પણ હાર્ટ ઈમોજી સાથે મા દીકરાને પોતાનો પ્રેમ આપ્યો છે.
View this post on Instagram
ચાહકોએ પણ નતાશા અને અગત્સ્યની આ તસ્વીરને તસ્વીર જણાવી છે. બંને માં દીકરાની આ તસ્વીર એટલી ક્યૂટ છે કે થોડા સમયમાં જ ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ ગઈ છે.