બાઇકમાં પાછળ બેઠેલી 6 મહિનાની માસૂમ બાળકી માતાના ખોળામાંથી સરકી જતા તેના પર ફરી વળ્યુ ટ્રેક્ટર- જુઓ વીડિયો

6 મહિનાની બાળકીનું મૃત્યુ થતા જ રોડ પર ઘણા સમય સુધી છાતીએ વળગાળેલા રહ્યા માતા-પિતા, હિમ્મત હોય તો જ જોજો વીડિયો

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે, આ દિવસોમાં અકસ્માતોના ઘણા અહેવાલો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે.ત્યારે હાલમાં એક ચકચારી અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહારાષ્ટ્રના પુણેથી રોડ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતમાં 6 મહિનાની બાળકીનું મોત નિપજ્યુ છે. પુણેના રાજગુરુનગર વિસ્તારમાં શુક્રવારે આ દુ:ખદ અકસ્માતમાં 6 મહિનાની બાળકીનું મોત થયું હતું. પુણે-નાસિક હાઈવે પર એક ઝડપી ટ્રેક્ટર ઓવરટેક કરી રહેલા બાઇકને ટક્કર વાગી હતી

અને આ સમયે બાઇક પર પાછળ બેઠેલી છ માસની બાળકી મહિલાના ખોળામાંથી સરકીને રોડ પર પડી અને ટ્રેક્ટરનું વ્હીલ તેના પર ચઢી ગયુ હતું. આ અકસ્માતમાં બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ માર્ગ અકસ્માત ત્યારે થયો જ્યારે એક બાઇક ટ્રેક્ટરની નજીકથી તેજ ગતિએ પસાર થઈ રહ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે અકસ્માત દરમિયાન બાઇક સવાર રોડ પર પડી જાય છે. CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે બાઇક સ્લીપ થઈ ગયું હતું.

ઘટના બાદ પોલીસની તપાસમાં એવું સામે આવ્યું છે કે આડેધડ પાર્કિંગ અને ભીડભાડવાળા રસ્તાના કારણે બાઇક સવાર સંતુલન જાળવી શક્યો ન હતો અને બાઇક સ્લીપ થઇ હતી. અકસ્માત બાદ બાળકીના પિતા કૈલાશ ચિંતામણી આધલે ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર અનુસાર, ફરિયાદના આધારે ટ્રેક્ટર ડ્રાઈવર વિશાલ ભામ્બુરે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વિશાલ ભામ્બુરે ઘેડ તાલુકાના ભાંબુરવાડીનો રહેવાસી છે.

ઘણા લોકોએ આ ઘટનામાં બાળકીની ભૂલ ન હોવાનું કહીને દુઃખ વ્યક્ત કર્યું હતું. પોલિસનામા મરાઠી મુજબ, એવું જાણવા મળ્યું છે કે આ ટ્રેક્ટર રાજગુરુનગરના ભાંબુરવાડી તાલુકાના ગામના વિશાલ ભામ્બુરાનું છે. આ માહિતી હેઠળ તેની સામે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, સંપૂર્ણ તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી રહી છે કે તે કોની ભૂલ છે. તેમણે વધુમાં કહ્યું કે વાડા રોડ વ્યસ્ત રોડ બની ગયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અસંગઠિત પાર્કિંગ અને ભીડભાડવાળા રસ્તાને કારણે બાઇક સ્લીપ થઈ હતી. આ દિવસોમાં પુણેની આસપાસ રોડ અકસ્માતના ઘણા અહેવાલો છે. મહિનાની શરૂઆતમાં, માર્ગ અકસ્માતમાં ઇકો કારના બે મુસાફરોના મોત થયા હતા.

Shah Jina