અમેરિકાથી ભારતમાં આવી આ કન્યાની જાન, વિદાય સમયે વરરાજાની આંખો પણ આંસુઓથી ભીંજાઈ, જુઓ તસવીરો

ઘોડે ચઢીને ભારત આવેલા વિદેશી વરરાજાએ ભારતની દેશી છોકરી સાથે લીધા લગ્નના સાત ફેરા, જોવા માટે ઉમટ્યા લોકોના ટોળા, જુઓ લગ્નની શાનદાર તસવીરો

આપણે ત્યાં એવું કહેવાય છે કે જોડીઓ ભગવાનના ઘરેથી બનીને આવે છે, આપણે કેટલીય એવી જોડીઓ જોઈ હશે જેને જોઈને આપણને પણ નવાઈ લાગે, સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણા એવા લગ્નો વિશે પણ આપણે સાંભળ્યું હશે કે વિદેશી યુવતી ભારતના યુવક સાથે લગ્ન કરવા માટે ભારત આવી હોય.

પરંતુ હાલમાં એક અનોખા લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં વિદેશી યુવક ભારતીય યુવતી સાથે લગ્નના બંધનમાં બંધાવવા માટે ભારત આવ્યો હતો. આ જાન આવી હતી રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાનામાં. જ્યાં એક અનોખા અંદાજમાં લગ્નના રિવાજો નિભાવવામાં આવ્યા હતા. જ્યાં નાસાની વૈજ્ઞાનિક કરિશ્માએએ અમેરિકાના યુવક સાથે લગ્ન કર્યા હતા.

લગ્નના બધા જ રિવાજો હિન્દૂ રીતિ રિવાજ સાથે પૂર્ણ થયા હતા. વિદાયના સમયે વરરાજાની અંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા. બયાનામાં અમેરિકાથી આવેલી આ જાનને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. તમને જણાવી દઈએ કે દુલ્હન કરિશ્મા બયાનાની રહેવાસી છે અને તે નાસામાં વૈજ્ઞાનિક છે.

તેની અમેરિકાના નેશનલ લેબમાં સાયન્ટિસ્ટ કેલેબ કૈમ્પબેલ સાથે મિત્રતા થઇ અને તે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બેન્ડ વાજા અને વાજતે ગાજતે ગીત સંગીતના કાર્યક્રમ સાથે આ બંનેના લગ્ન સંપૂર્ણ હિન્દૂ રીતિ રિવાજો સાથે સંપન્ન થયા. તો આ ઉપરાંત સ્થાનિક રીતિ રિવાજોનું પણ વરરાજાએ પાલન કર્યું હતું.

Niraj Patel