પૃથ્વીને બચાવવા એસ્ટરોઇડ પર હુંમલો કરશે NASA, આ તારીખે આકાશમાં ખેલાશે ખરાખરીનો ખેલ

હજારો વર્ષથી આકાશ પોતાની અંદર અનેક રહ્યો છુપાવીને બેઠુ છે. વૈજ્ઞાનિકોની અથાગ મહેનત બાદ પણ તેના રહ્સ્યો હજુ સંપૂર્ણ પણે ઉકેલી શકાયા નથી. તમને જણાવી દઈએ કે, નાસા અને સ્પેસએક્સ (SpaceX) 24 નવેમ્બરના રોજ આવા અવકાશયાનને લોન્ચ કરવાના છે, જે દૂરના અવકાશમાં ચક્કર લગાવતા એસ્ટરોઇડના ચંદ્ર સાથે ટકરાશે. તેનો હેતુ માત્ર એ જાણવાનો છે કે અથડામણથી એસ્ટરોઇડના ચંદ્રની દિશા બદલાય છે કે નહીં. આ સાથે, પૃથ્વીને ભવિષ્યમાં એસ્ટરોઇડ હુમલાથી બચાવી શકાશે.

નોંધનિય છે કે, 24 નવેમ્બરે લોન્ચ કરવાની યોજના છે, જો કોઈ કારણોસર લોન્ચિંગ મુલતવી રાખવામાં આવે તો કોઈ સમસ્યા આવશે નહીં કારણ કે તેની લોન્ચિંગ વિન્ડો ફેબ્રુઆરી 2022 સુધીની છે. અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ સ્પેસક્રાફ્ટ વડે એસ્ટરોઇડ પર હુમલો કરવાના મિશનની તારીખ જાહેર કરી છે.

આ અવકાશયાન 24,140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ લઘુગ્રહ(asteroids )સાથે ટકરાશે. જેથી લઘુગ્રહની દિશામાં થતા ફેરફારને નોંધી શકાય. આ સાથે એ પણ જાણી શકાય છે કે ટક્કરથી દિશા બદલાશે કે નહીં. આ ઉપરાંત અથડામણ દરમિયાન લઘુગ્રહનું વાતાવરણ, ધાતુ, ધૂળ, માટી વગેરેનો પણ અભ્યાસ કરવામાં આવશે.

નાસાના નિવેદન અનુસાર, આ મિશનનું નામ ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ (DART) છે. જે ટેક્નિકનો ઉપયોગ કરીને આ કામ કરવામાં આવશે તેને કાઈનેટિક ઈમ્પેક્ટર ટેકનિક (Kinetic Impactor Technique) કહેવામાં આવે છે. આ ટેકનિક એવી રીતે વિકસાવવામાં આવી છે કે જેથી પૃથ્વી તરફ આવતા એસ્ટરોઇડ સાથે અથડાઈને અવકાશયાનને તેની દિશામાં બદલી શકાય.

નાસા જે એસ્ટરોઇડ પર ડાર્ટ સ્પેસક્રાફ્ટ દ્વારા હુમલો કરવા માટે એક મિશન શરૂ કરવા જઈ રહ્યું છે, તેનું નામ ડિડીમોસ(Didymos) છે. ડીડીમોસ એસ્ટરોઇડનો વ્યાસ 2600 ફૂટ છે. તેની આસપાસ એક નાનો ચંદ્ર જેવો પથ્થર પણ છે. જેનો વ્યાસ 525 ફૂટ છે. નાસા આ નાના ચંદ્ર જેવા પથ્થરને નિશાન બનાવશે. જેની ટક્કર ડીડીમોસ સાથે થશે. આ પછી, પૃથ્વી પરના ટેલિસ્કોપથી બંનેની ગતિમાં ફેરફારનો અભ્યાસ કરવામાં આવશે.

નાસાના પ્લેનેટરી ડિફેન્સ ઓફિસર લિંડલી જોન્સને કહ્યું કે અમે આ અથડામણથી કાઈનેટિક ઈમ્પેક્ટર ટેકનિકની ક્ષમતા જાણીશું. આ સાથે એ પણ જાણવામાં આવશે કે શું માત્ર આ જ કામ કરવામાં આવશે કે પછી પૃથ્વીને આવા એસ્ટરોઇડ્સથી બચાવવા માટે કોઈ નવી ટેક્નોલોજીની શોધ કરવી જોઈએ. કેલિફોર્નિયામાં વેન્ડેનબર્ગ એરફોર્સ બેઝ પરથી સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટ દ્વારા DART અવકાશયાન પૃથ્વીની બહાર મોકલવામાં આવશે. DART અવકાશયાન રોકેટથી અલગ થતાં જ તે 1.10 કરોડ કિલોમીટરની ઝડપે આગળ વધશે.

નાસા પૃથ્વીની આસપાસ પસાર થતી પૃથ્વીની નજીકની વસ્તુઓ પર સતત નજર રાખે છે. જો કોઈ પથ્થર પૃથ્વીના 1.3 ખગોળીય એકમોના અંતરે આવે છે, એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરના 1.3 ગણા અંતરે આવે છે, તો તે નાસાના રડાર પર દેખાય છે. અત્યાર સુધીમાં, નાસાએ પૃથ્વીની આસપાસ 8000 થી વધુ નજીકની પૃથ્વીની વસ્તુઓ રેકોર્ડ કરી છે.

નાસા દ્વારા રેકોર્ડ કરાયેલી પૃથ્વીની નજીકની વસ્તુઓમાં, કેટલાક એસ્ટરોઇડ્સ છે જેનો વ્યાસ 460 ફૂટથી વધુ છે. જો આ કદનો પથ્થર અમેરિકા પર પડે છે, તો તે કોઈપણ એક રાજ્યને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે. જો તે દરિયામાં પડે તો મોટી સુનામી લાવી શકે છે. જો કે, નાસાએ ખાતરી આપી છે કે પૃથ્વીની આસપાસ ફરતા 8000 પથ્થરોમાંથી એક પણ આગામી 100 વર્ષ સુધી પૃથ્વી પર નહીં ટકરાશે.

YC