કપિલ શર્મા શોના તમામ પાત્રો ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવે છે અને તે બધાની પોતાની વિશાળ ફેન ફોલોઈંગ છે. ચંદુ ચાય વાલેના રોલમાં અભિનેતા ચંદન પ્રભાકરે પણ બધાને પ્રભાવિત કર્યા છે.
અભિનેતા લાંબા સમયથી આ શો સાથે જોડાયેલો છે. તે હંમેશા શોમાં કપિલ શર્મા પાસેથી બેઈજ્જતી કરાવીને ચાહકોનું દિલ જીતી રહ્યો છે. પરંતુ તે પોતે પણ તક મળે ત્યારે કપિલ શર્માનો પગ ખેંચવામાં અચકાતો નથી.
વાસ્તવિક જીવનમાં, ચંદન ખૂબ જ સાદું જીવન જીવે છે અને તેના પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. ચંદન પરિણીત છે. તેણે વર્ષ 2015માં નંદિની ખન્ના સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને અદવિકા નામની પુત્રી પણ છે.
સોશિયલ મીડિયા પર, ચંદુ તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા ફોટા શેર કરતો રહે છે. નંદિની લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. નંદિની અને અદવિકા પહેલીવાર મુંબઈમાં કપિલ શર્મા અને ગિન્નીના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળ્યા હતા.
વર્ષ 2017માં ચંદન અને નંદિની માતા-પિતા બન્યા અને અદવિકાનો જન્મ થયો. ચંદનને અદવિકા સાથે સમય પસાર કરવો ગમે છે. વ્યસ્ત શેડ્યૂલ પછી પણ, તે તેના પરિવાર સાથે આનંદ માણવા માટે સમય કાઢે છે.
થોડા અઠવાડિયા પહેલા, તેના જન્મદિવસના અવસર પર પણ ચંદને પરિવાર સાથે ખૂબ જ મસ્તી કરી હતી અને આ દરમિયાન ફોટા શેર કર્યા હતા. તેણે કેપ્શનમાં લખ્યું- મારા જન્મદિવસના અવસર પર પરિવાર સાથે રહીને ધન્યતા અનુભવી રહ્યો છું. હું ભગવાનનો આભાર માનું છું.
ચંદનના પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, તે માત્ર થોડી જ ફિલ્મોમાં જોવા મળ્યો છે, પરંતુ તેને સાચી લોકપ્રિયતાતો ટીવીની દુનિયાથી જ મળી છે. 2013થી તે કપિલ શર્મા સાથે કામ કરી રહ્યો છે. તે કોમેડી નાઈટ્સ વિથ કપિલ, ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા અને ધ કપિલ શર્મા શોનો ભાગ રહી ચૂક્યો છે. આમાં તે રાજુ અને ચંદુ જેવી ભૂમિકામાં જોવા મળ્યો છે.