દીવાલ માંથી આવતા અવાજ ના લીધે ડરી ડરીને જીવી રહ્યો હતો પરિવાર, પોલીસમાં કરી ફરિયાદ તો આવ્યું આ રહસ્ય સામે

આ સોસાયટીમાં ડરથી લોકો સુઈ નથી સકતા, ડરી ડરીને જીવી રહ્યો હતો પરિવાર, પોલીસમાં કરી ફરિયાદ તો આવ્યું આ રહસ્ય સામે

આપણા દેશમાં હજુ અંધશ્રદ્ધાઓ ચાલી રહી છે. ઘણી જગ્યાએ આવી અંધશ્રદ્ધાના કિસ્સાઓ પણ જોવા મળતા હોય છે. હાલ એવી જ એક ઘટના સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં એક ઘરની દીવાલમાંથી ડરામણા આવજો આવતા હતા અને જેના કારણે પરિવારનું કોઈપણ સદસ્ય છેલ્લા 12 દિવસથી સુઈ શક્યું નહોતું.

આ ઘટના બની છે લખનઉના અલીગંજ વિસ્તારની અંદર. જ્યાં રહેવા વાળી આરતીના ઘરમાં જે થયું તેનાથી હજુ સુધી પણ ઘરના લોકોના મનમાં ડર છે. આરતીના ઘરમાં છેલ્લા બે અઠવાડિયાથી ડરામણા અવાજ આવી રહ્યા હતા.

આરતી પોતાના પતિ, દીકરી અને ઘરડી મા સાથે છેલ્લા 27 વર્ષથી આ મકાનની અંદર રહેતી હતી. પરંતુ ગયા 2 અઠવાડીયાથી પરિવાર ડરની ઓથમાં જીવી રહ્યો છે. આ ભયાનક અવાજ આરતીની માના રૂમમાંથી આવતો હતો અને આખા ઘરમાં સંભળાતો હતો.

પહેલા એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે બાજુના ઘરમાં કામ ચાલી રહ્યું છે તો મશીન ચાલવાના કારણે અવાજ આવી રહ્યો છે અને પછીથી તે બંધ થઇ જતો હતો. પરંતુ ધીમે ધીમે તે અવાજ વધતો ગયો અને કોઈપણ સમયે આવવા લાગ્યો.

આરતીએ જણાવ્યું કે તે અને તેનો પતિ નોકરી કરે છે જેના કારણે તે દિવસભર ઘરની બહાર રહે છે. ઘરમાં તેની દીકરી અને સાસુ એકલા જ રહે છે. એક દિવસ જયારે આરતી ઓફિસમાંથી ઘરે આવી તો સ્કૂટી ઉભી કરવા દરમિયાન મશીનગન જેવો એવો તીવ્ર આવાજ આવ્યો કે તે સ્કૂટીમાંથી પણ પડી ગઈ. આ પરિવાર ડરના કારણે 12 દિવસ સુધી સુઈ ના શક્યો.

આ ઘટનાની ફરિયાદ પણ પોલીસમાં લખાવવામાં આવી.પોલીસ પણ આવી પરંતુ કોઈ સમાધાન ના થયું. અહીંયા મહિલા પોલીસને મુકવામાં આવી છે પરંતુ હવે અવાજ સંભળાતો નથી. પાડોશમાં રહેવા વાળા એક વ્યક્તિએ કહ્યું કે બાજુનું મકાન દરોગાનું છે અને ત્યાં એક છોકરી થોડા સમય પહેલા મરી ગઈ હતી. જેના કારણે અલગ અલગ અફવાઓ ફેલાઈ રહી છે.

જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ નીલાબ્જા ચૌધરીએ કહ્યું કે અમને લોકોને ફરિયાદ મળી હતી અને એક ઘરની એક ખાસ દીવાલમાંથી અવાજ આવી રહ્યો હતો. પરંતુ અમે સવારથી મહિલા કોન્સ્ટેબલને રાખી છે પરંતુ કોઈ અવાજ નથી મળી રહ્યો. અમે દરેક પહેલુની તપાસ કરી રહ્યા છે કે અવાજ આવી ક્યાંથી રહ્યો છે અને શેના કારણે આવે છે.

Niraj Patel