19 વર્ષના દીકરાએ ગુજરાત હાઇકોર્ટમાં કહ્યું…:‘મારી મમ્મી એકસાથે ૩-૩ મર્દ સાથે લીવ ઇનમાં છે છતાં બાપ પાસેથી 18 વર્ષથી ભરણપોષણ લે છે, એ બંધ કરાવો’

મમ્મી 3-3 પુરુષો સાથે લિવ ઈનમાં છે, તેમાંથી એકને હું બાળપણમાં મામા કહેતો- જુઓ બાળકે ગુજરાત હાઇકોર્ટમાં કેવો ધડાકો કર્યો

આપણા દેશની અંદર હવે લિવ ઈન સંબંધોને પણ કાયદાકીય રીતે મંજૂરી મળી ગઈ છે અને ઘણા લોકો આજે લિવ ઇનમાં રહેતા હોવાના પુરાવાઓ પણ જોવા મળે છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને હાઇકોર્ટના જજને પણ હેરાન કરી દીધા છે. જેમાં 19 વર્ષના કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હાઇકોર્ટ સમક્ષ કહ્યું હતું કે મારી માતા 3 અલગ પુરુષ સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત હાઇકોર્ટની અંદર એક દીકરાએ કરેલી અરજી હાલ ખુબ જ ચર્ચાનો વિષય બની છે. દીકરાએ જણાવ્યું છે કે, “મારી માતા 3 અલગ પુરુષ સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહે છે. પિતા પાસેથી 18 વર્ષથી ભરણપોષણ મેળવે છે. એ ભરણપોષણ બંધ કરવા અરજી કરાઈ છે. ”

દીકરો પુખ્ત વયનો હોવાથી તેને ભણાવવાનો ખર્ચ વધુ આવે છે, તેમ કહીને માતાએ ભરણપોષણની રકમ વધારવા અરજી કરી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં માતાની ભરણપોષણની અરજી પર સુનવણી થઈ હતી. આ સુનાવણીની અંદર કાયદાનો અભ્યાસ કરી રહેલો દીકરો પણ હાજર રહ્યો હતો અને તેને કોર્ટમાં પૂછવામાં આવતા પુત્રએ જવાબ આપ્યો કે તેની માતા અલગ-અલગ સમયે 3 પુરુષો સાથે લીવ ઇનમાં રહે છે છતાં મારા પિતા પાસેથી ભરણપોષણ મેળવીને તેમને છૂટાછેડા નહિ આપવાના પ્રયત્નો કરે છે. મારા પિતા સરકારી નોકરી કરે છે. તેમણે મને મળવાના અધિકાર જતા નહિ કરવા માટે પ્રમોશન લીધા નહોતા.

દીકરાએ આગળ જણાવ્યું કે “નાનો હતો ત્યારે આ 3 પૈકી એક પુરુષ ઘરે આવતો ત્યારે મને કહેતી કે મામા છે, પરંતુ સમજણો થયા પછી મને સમજાય છે કે કંઈ અજુગતું ચાલી રહ્યું છે. તેને હવે પિતા સાથે રહેવા જવું છે. તેણે કોર્ટ સમક્ષ કહ્યું કે એક વર્ષનો હતો ત્યારથી મારે માતા સાથે રહેવું પડ્યું છે. હવે મારે પિતા પાસે રહેવું છે, પરતું માતા મને તેમને મળવા જવા દેતી નથી.

ગુજરાત હાઇકોર્ટે નીમેલા એમિકસ ક્યૂરીને 14મી સપ્ટેમ્બરે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. પત્નીએ ખોટી રીતે મેળવેલા ભરણપોષણની રકમને પરત મેળવી શકાય કે નહી? એ અંગે શું જોગવાઈ છે? એની વિગતો રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે. વિગતો આવ્યા પછી કોર્ટે આ અંગે સુનાવણી ઇન કેમેરા યોજશે.

Niraj Patel