ઇલમા ખાનથી સૌમ્યા બનીને મુસ્લિમ યુવતિએ હિંદુ પ્રેમી સાથે કર્યા લગ્ન, બોલી- હવે ત્રણ તલાકનો નથી ડર

મુસ્લિમ છોકરીએ ધર્મ પરિવર્તન કરી પ્રેમી સાથે કર્યા લગ્ન, બોલી- આજીવન હિંદુ જ રહીશ

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર મુસ્લિમ છોકરીઓના હિંદુ યુવક સાથે લગ્નની ખબરો સામે આવે છે. મુસ્લિમ યુવતિઓ કેટલીકવાર તેમના હિંદુ પ્રેમી સાથે લગ્ન કરવા પોતાનો ધર્મ પણ બદલી નાખતી હોય છે. હાલમાં આવી જ એક ખબર સામે આવી છે, જેમાં એક મુસ્લિમ યુવતિએ ઘરેથી ભાગી પૂરા હિંદુ રીતિ-રિવાજથી એક યુવક સાથે લગ્ન કર્યા. આ યુવતિ હિંદુ યુવક સાથે લગ્ન બાદ ઇલમાથી સૌમ્યા બની ગઇ.

લગ્ન બાદ સૌમ્યાએ ગામના પ્રધાનથી જીવનો ખતરો જણાવતા પ્રશાસન પાસે સુરક્ષાની અપીલ કરી છે.ઉત્તરપ્રદેશના બરેલીમાં 19 વર્ષની મુસ્લિમ યુવતિ ઇલમા ખાને સૌમ્યા બની તેના પ્રેમી સોમેશ શર્મા સાથે મંગિરમાં હિંદુ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા. સૌમ્યાએ કહ્યુ કે, તેણે તેની મોટી બહેનને જોઇ છે કે કેવી રીતે ત્રણ તલાકનો ડર બતાવી પ્રતાડિત કરવામાં આવે છે. હવે તેને આ વાતનો કોઇ ડર નથી.

બરેલીમાં સુભાષ નગર સ્થિત અગસ્ત્ય મુની આશ્રમમાં પંડિત કેકે શંખધારે પ્રેમી કલપના હિંદુ રીતિ રિવાજ મુજબ મંત્રોત્તારણ સાથે ધર્મ પરિવર્તન કરાવ્યુ. યુવતિ લગભગ બે મહિના પહેલા તેનું ઘર છોડી પ્રેમી સાથે ભાગી ગઇ હતી.યુવતિએ કહ્યુ કે તે સગીર છે અને હવે આજીવન હિંદુ જ બનીને રહેશે. બદાયુ જિલ્લામાં બિલસી પોલિસ સ્ટેશન વિસ્તારના પરોલી ગોમ નિવાસી ઇલમા ઉર્ફે સૌમ્યાએ જણાવ્યુ કે, તે દસ પાસ છે.

આ સમયે કાગળમાં તેની જન્મતારીખ પ્રમાણે તે 19 વર્ષની છે અને સગીર છે. ઇલમા ઉર્ફે સૌમ્યાએ પોતાના જ ગામના રહેવાસી સોમેશ શર્મા સાથે મંદિરમાં લગ્ન કર્યા છે. આ પહેલા તેનું પંડિત કેકે શંખધારે ગંગાજળથી શુદ્ધિકરણ કર્યુ. યુવતિએ કહ્યુ કે, આ મારો નિર્ણય છે ને સગીર હોવા પર મને ધર્મ પરિવર્તન અને મારી મરજીથી લગ્ન કરવાનો પૂરો અધિકાર છે.

બંનેની મિત્રતા પાંચ વર્ષ પહેલા થઇ હતી. યુવતિએ જણાવ્યુ કે, હું દસમાં બાદ પણ ભણવા માગતી હતી પણ પરિવારે ના કહી દીધી. સ્કૂલ ટાઇમમાં તેની મિત્રતા ગામના રહેવાસી સોમેશ શર્મા સાથએ થઇ હતી. સોમેશ દિલ્લીમાં પ્રાઇવેટ નોકરી રહે છે.  યુવતિએ જણાવ્યુ કે, તે તેના પ્રેમીને જીવનભર માટે પ્રેમ કરે છે, પરિવારને કેટલાક સમય પહેલા ખબર પડી ગઇ હતી અને તે બાદ તે લોકો તેને મારવાની ધમકી આપી રહ્યા હતા.

યુવતિ તેનું ઘર છોડી પ્રેમી સોમેશને લઇને પ્રયાગરાજ ગઇ. જ્યાં તેણે તેના પ્રેમી સાથે લગ્ન કરી રજિસ્ટર્ડ કરાવી લીધા. જાણકારી અનુસાર, પંડિત કેકે શંખધારે છેલ્લા 9 વર્ષમાં 66 મુસ્લિમ યુવતિઓના લગ્ન હિંદુ યુવક સાથે કરાવ્યા છે. છેલ્લા 40 દિવસમાં 4 છોકરીઓ લગ્ન કરવા આવી ચૂકી છે. પંડિતનું કહેવુ છે કે મને પણ લોકો ધમકી આપે છે. છેલ્લા મહિને જ મને ધમકી આપવામાં આવી હતી, જે બાદ તેમણે એસએસપી બરેલીને જીવનો ખતરો જતાવ્યો. યુવતિએ જણાવ્યુ કે તે તેના પ્રેમી અને હવે પતિ સાથે ગામ નહિ જા, પણ સોમેશ હવે મારો પ્રેમી નથી પતિ છે, તેથી તે જ્યાં રાખશે ત્યાં રહીશ.

Shah Jina