ડરામણો રસ્તો: આ રસ્તા પર ગાડી ચલાવતી વખતે સંભળાશે સંગીતની ધુન, લાગે છે કે જાણે કોઈ ગિટાર વગાડી રહ્યું છે, જાણો રહસ્ય

આજના સમયમાં મોટાભાગે લોકોને ખરાબ રસ્તાઓની સમસ્યા છે. એમાં પણ ચોમાસામાં તો રસ્તાઓની હાલત પણ ખુબ ખરાબ થઇ જાય છે. ખરાબ રસ્તાઓને લીધે અવાર નવાર અકસ્માત થવાના કિસ્સાઓ પણ બનતા હોય છે. રસ્તા પર ગાડી ચલાવતી વખતે અનેક બ્રેકર્સ આવતા હોય છે, જેને લીધે ગાડી પણ ધીમી ગતિએ ચલાવવી પડતી હોય છે. બ્રેકર્સ પાર કરતી વખતે ટાયરોના ઘસારાના અવાજો પણ ગાડીમાં બેઠેલા લોકોને સંભળાય છે. પણ એક રસ્તો એવો છે કે જ્યા તમને બ્રેકર્સની નહિ પણ સંગતિની ધૂન સાંભળવા મળશે. સોશિયલ મીડિયા પર આ રસ્તાનો આ વીડિયો પણ સામે આવ્યો છે જેને જોઈને દરેક કોઈ હેરાની વ્યક્ત કરી રહ્યા છે.

આ અતરંગી અને અનોખા રસ્તા પર સ્પીડ બ્રેકર જેવી નાની નાની પટ્ટીઓ લાગેલી છે જેમાંથી સંગીતની ધૂન જેવો અવાજ સંભળાય છે. ગાડીના ટાયર જેવા જ આ પટ્ટીઓ પર ચઢે છે કે ગડ્ગડાહટના અવાજો આવે છે, પણ આ ગડ્ગડાહટના જાણે કે ગિટારની ધૂન હોય તેવો અનુભવ થાય છે. ગાડીની અંદર બઠેલા લોકોને એવો જ અનુભવ થાય છે કે જાણે કોઈ ગિટારની ધૂન વગાડી રહ્યું હોય ! જો કે આ વિચિત્ર અને અનોખો રસ્તો ક્યાંનો છે એ જાણવામાં નથી આવ્યું.

વીડિયો જોનાર વ્યક્તિઓ ખુબ હેરાની વ્યક્ત કરી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક ગાડી રસ્તા પર ચાલી રહી છે અને ગાડીની રફ્તાર સાથે અલગ અલગ ધ્વનિ સંભળાઈ રહી છે.વીડિયોમાં એક સમયે રસ્તાની બાજુએ મ્યુઝિક સાઇનનું બોર્ડ પણ લાગેલું દેખાઈ રહ્યું છે. રસ્તા પર આ વ્હાઇટ પટ્ટીઓને એવી રીતે સેટ કરવામાં આવી છે કે તેનાથી એક મ્યુઝિકલ ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ મ્યુઝિકલ ધ્વનિ માટે પટ્ટીઓની સંખ્યા પણ અલગ અલગ છે જે રસ્તાની બહારની તરફ લાગેલી છે. જેને સ્લીપર લાઇન્સ, ઓડિબલ લાઇન્સ કે વૂ વૂ બોર્ડસના નામે જાણવામાં આવે છે. જણાવી દઈએ કે સંગીત સડકની આ અવધારણા સૌથી પહેલા અમેરિકામાં લોકપ્રિય બની હતી.

Krishna Patel