BIG NEWS: વધુ એક લોકપ્રિય સિંગરે દુનિયાને કહ્યું અલવિદા, જાણો વિગત

મનોરંજન જગતથી વધુ એક દુખભરી ખબર સામે આવી રહી છે. દિગ્ગજ સંગીતકાર વિજય પાટિલ જેને રામ લક્ષ્મણના નામથી ઇંડસ્ટ્રીમા ઓળખવામાં આવતા હતા તેમનું આજે એટલે કે શનિવારના રોજ નિધન થઇ ગયુ છે.

79 વર્ષિય રામ લક્ષ્મણ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. આજે સવારે તેમણે નાગપુરમાં છેલ્લા શ્વાસ લીધા. આ પર બોલિવુડના દિગ્ગજ ગાયિકા લત્તા મંગેશકરે ટ્વીટ કરી છે.

“મેંને પ્યાર કિયા” અને “હમ આપકે હે કોન” જેવી સુપરહિટ ફિલ્મોમાં લોકપ્રિય સંગીત આપનાર જાણિતા સંગીતકાર વિજય પાટિલને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનુ નિધન થઇ ગયુ છે. તેઓના દીકરાએ એબીપી સાથે વાતચીતમાં જણાવ્યુ છે કે, તેમના પિતા કોરોનાથી સંક્રમિત ન હતા તેમને કોરોના વેક્સિનનો બીજો ડોઝ 6-7 દિવસ પહેલા જ લીધો હતો. તે બાદ તેમને તાવ અને અશક્તિ મહેસૂસ થતી હતી. તેમને રાત્રે 2 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો અને પછી તેમનું નિધન થયુ હતુ.

રામ લક્ષ્મણે લગભગ 150 ફિલ્મોમા સંગીત આપ્યુ હતુ. જેમાં હિંદી ઉપરાંત મરાઠી અને ભોજપુરી પણ સામેલ છે. મરાઠી ફિલ્મમેકર અને અભિનેતા દાદા કોંડકેએ તેમને પોતાની ફિલ્મ “પાંડુ હવલદાર” માટે એક સંગીતકારના રૂપમાં પસંદ કર્યા હતા. તે બાદ તેમણે ઘણી ફિલ્મોમાં હિટ ગીતો આપ્યા હતા.

Shah Jina