સ્વરુપવાન પત્નીએ પ્રેમી સાથે મળી મુંબઈના કરોડપતિ ગુજરાતી વેપારી કમલ શાહને બહુ જ ખરાબ રીતે મોત આપ્યું, જિંદગીમાં ક્યારેય વિચાર્યું ન હોય તેવી ટ્રીકથી મોતે ઘાટ ઉતાર્યો

માયાનગરી મુંબઇના સાંતાક્રુઝ વિસ્તારમાં એક સનસનીખેજ વારદાત સામે આવી છે. અહીં મુંબઇ ક્રાઇમ બ્રાંચે કવિતા નામની મહિલા અને તેના પ્રેમી હિતેશ જૈનની કમલકાંત શાહની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે.

કવિતા તેના પતિના ખાવામાં સતત આર્સેનિક અને થેલિયમ મેળવતી રહી. ધીમા ઝહેરને કારણે કમલકાંતને 3 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને 17 દિવસ બાદ તેની મોત થઇ ગઇ. શકના આઘારે ડોક્ટર્સે પોતે પોલિસને ફરિયાદ કરી હતી,

જે બાદ મુંબઇ ક્રાઇમ બ્રાંચની યુનિટ-9એ એક મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી. મહિલા પર આરોપ છે કે તેણે તેના પ્રેમી સાથે મળી પતિ કમલકાંત શાહને મોતની ઊંઘ સૂવાડી દીધો. હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે.

3 સપ્ટેમ્બરના રોજ કમલકાંતને બોમ્બે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા અને કમલકાંત 19 સપ્ટેમ્બર સુધી અહીં દાખલ રહ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. પરંતુ જે રીતે કમલકાંતનું મોત થયું તે ડોક્ટરો પચાવી શક્યા નહિ અને સારવાર દરમિયાન જ તબીબોની ટીમે કમલકાંતના લોહીનો ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટથી તેમની શંકા વધુ ઘેરી બની કે રિપોર્ટમાં શરીરમાં આર્સેનિક અને થેલિયમ મેટલનું સ્તર વધ્યું હતું.

જે બાદ ડોક્ટરોએ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી અને પોલીસે કેસ નોંધીને વધુ તપાસ માટે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનને કેસ સોંપ્યો. આખરે તપાસ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનને બદલે ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 9ને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી અને તમામ મેડિકલ રિપોર્ટ્સ, પત્ની સહિત પરિવારના સભ્યોના નિવેદન લીધા.

કમલકાંતના ડાયટને લગતી માહિતી એકઠી કરવાની સાથે પત્ની કવિતાએ પ્રેમી હિતેશ સાથે પ્લાનિંગ કરીને પતિને દૂર કરવાનું કાવતરું ઘડ્યું હોવાનું જાણવા મળ્યું. આરોપીઓ વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302, 328, 120 (બી) હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ બાદ બંને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, મૃતક કમલકાંત શાહે વર્ષ 2002માં કવિતા સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છે.

Shah Jina