ચાલુ ટ્રેનમાંથી પડી ગયો એક વ્યક્તિ, RPFના જવાને આ રીતે બચાવ્યો તેનો જીવ, જુઓ વીડિયોમાં

ઘણા લોકોને ચાલુ ટ્રેનમાંથી ઉતરવાની અને ચઢવાની ટેવ હોય છે. ઘણીવાર આવી ટેવના કારણે લોકો અકસ્માતનો પણ ભોગ બનતા હોય છે. ઘણા લોકોના આવી દુર્ઘટનાઓમાં જીવ પણ ચાલ્યા જતા હોય છે. રેલવે સ્ટેશન ઉપર મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ આવી ઘટનાઓ કેદ થઇ જતી હોય છે.

હાલ આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યાત્રી ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયત્ન કરે છે. જેના બાદ તે ટ્રેન સાથે અથડાઈ જાય છે. આ દરમિયાન જ તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ખતરનાક જગ્યા સુધી પહોંચી જાય છે. ત્યારે જ એક આરપીએફ કોન્સ્ટેબલ ત્યાં દોડીને આવે છે અને તે ટ્રેનમાંથી પડી ગયેલા વ્યક્તિનો હાથ ખેંચી અને તેને પ્લેટફોર્મ ઉપર સુરક્ષિત જગ્યાએ ખેંચી લે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન ઉપર લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ઘટના મુંબઈના બોરીવલી સ્ટેશનની છે. જ્યાં 29 જૂનના રોજ એક વ્યક્તિ ચાલુ ટ્રેનામથી ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

Niraj Patel