ખબર

મુંબઇ એરપોર્ટ પર ક્રાઇમ બ્રાંચે ગંદા કામના રેકેટનો કર્યો પર્દાફાશ, રાતનો ભાવ જાણીને ફફડી ઉઠશો

ઘણીવાર રાજય અને દેશમાંથી ગંદુ કામ થતુ હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. આવા કિસ્સામાં પોલિસને બાતમી મળવા પર તેઓ ગંદાકામનો પર્દાફાશ કરતા હોય છે. હાલ આવા જ એક ગંદા ટૂરિઝમ રેકેટનો મુંબઇ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. જે મહિલાઓને દેહ વેપારમાં કામ કરવા માટે મજબૂર કરે અને ગ્રાહકો સાથે ફરવા માટે ભારતની અલગ અલગ જગ્યાએ મોકલતા હતા. જયાં બંને એક કપલ બનીને રહે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

મુંબઇ પોલિસની ક્રાઇમ બ્રાંચે મંગળવારના રોજ ગંદુ કામ કરતા હોય તેના ટુરિઝમનો પર્દાફાશ કર્યો છે. આ મામલે બે મહિલા દલાલોની ધરપકડ કરવામાં આવી છે અને બે મહિલાઓને આવા રેકેટથી મુક્ત કરાવવામાં આવી છે. પોલિસને જાણકારી મળી હતી કે એક મહિલા તેના સહયોગીઓની મદદથી આવું કરી રહી છે. જાણકારી મળ્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમેે જાળ પાથરી અને આ મહિલાને ટ્રેમાં ફસાવી એક સહયોગી સાથે પકડી લીધી. સંબંધિત મહિલાઓ  આ પહેલા પણ વર્ષ 2020માં એક અન્ય મામલે પોલિસની ગિરફ્તમાં આવી ચૂકી છે.

પોલિસે નકલી ગ્રાહક બની આ રેકેટ સાથે જોડાયેલી મહિલાઓનો સંપર્ક કર્યો. મહિલાએ ગોવાની ટ્રિપ આયોજિત કરી સાથે બે છોકરીઓને મોકલવાની વાત કરી, એટલે કે કસ્ટમર સાથે છોકરીઓને ગોવા ટ્રિપ પર મોકલવામાં આવતી હતી. મહિલા દલાલ આ પૂરી ટ્રિપને ઓર્ગનાઇઝ કરાવતી હતી. આ રેકેટ છોકરીઓથી લઇને હોટલ સુધી બધો પ્રબંધ કરાવી ગ્રાહકોથી પૈસા વસૂલવાનું કામ કરી રહ્યુ હતુ. આ જાણકારી પોલિસ તરફથી આપવામાં આવી છે.

પોલિસની ટીમ એરપોર્ટ પહોંચી અને આ રેકેટ સાથે સંબંધિત ત્રણ છોકરીઓ લેડી ઓફિસર્સના રૂપમાં એક કસ્ટમરના રૂપમાં  રહેલ વ્યક્તિથી ડિલીંગમાં લાગી. આ વચ્ચે પૈસા અને ટિકિટોની લેણ-દેણ શરૂ થઇ. સિગ્નલ મળતા જ ત્રણેય છોકરીને કબ્જે લેવામાં આવી. આ છોકરીઓ સાથે પૂછપરછ અને તપાસમાં મુખ્ય આરોપી વિશે જાણકારી મળી. મુખ્ય આરોપી મહિલા ડિપાર્ચર ગેટથી એન્ટ્રી લેતી નજર આવી. તેણે હાથમાં બોર્ડિંગ પાસ રાખ્યો હતો. જે સમયે તે એન્ટ્રી લઇ રહી હતી તે સમયે મુંબઇ પોલિસની ક્રાઇમ બ્રાંચ ટીમે તેને ઘેરી લીધી અને તેની અટકાયત કરી. આ રેકેટથી બે છોકરીઓને મુક્ત કરાવી લેવામાં આવી છે. મુખ્ય આરોપીને તેની સહયોગી સાથે અરેસ્ટ કરી લેવામાં આવી છે. પોલિસે પૂછપરછ શરૂ કરી છે.

આ રેકેટ ગ્રાહકોને શોધતા અને જો કોઇ ગ્રાહક મળી જાય તો તેના સાથે ડિલ ફાઇનલ થતા આ લોકો મહિલાઓ સાથે તેને ભારતના અલગ અલગ ટૂરિસ્ટ ડેસ્ટીનેશન પર મોકલતા. ગોવા તેમની પસંદગીતા જગ્યા હતા, આ લોકો ગ્રાહકોને પહેલા છોકરીઓની તસવીર મોકલતા અને છોકરી પસંદ આવ્યા બાદ ગ્રાહકોને ગોવા કે બીજી જગ્યાની ફ્લાઇટની ટિકિટ પોતે જ બુક કરાવાની હોતી. ગ્રાહક પાસે બે દિવસના 50 હજાર રૂપિયા લેવામાં આવતા. ધરપકડ થયેલ આરોપી છોકરીઓ પાસેથી 20 ટકા કમિશન લેતી હતી. તે બાદ ગ્રાહક છોકરી લઇને ગોવા કે કયાંક બીજી જગ્યાએ જતા અને પછી બંને પરત મુંબઇ ફરતા.