સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે નથી રમી એક પણ મેચ તો પણ મુંબઈ ઇન્ડિયન્સે ‘લાડલા’ પર વરસાવી નોટ, ચાહકો બોલ્યા- નેપોટિઝ્મ ચાલુ છે

વર્લ્ડ ક્રિકેટરના મહાન બેટ્સમેનમાં શુમાર રહેલા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની કિસ્મત ખુલી ગઈ છે. અર્જુન તેંડુલકરને ipl 2022ના મેગા ઓક્શનમાં 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ખરીદી છે. અર્જુન તેંડુલકરને આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સની તરફથી 30 લાખ રૂપિયાનો પગાર મળશે.

તેના પિતા સચિન તેંડુલકરથી બિલકુલ અલગ અર્જુન તેંડુલકર ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર છે. ગયા વર્ષે પણ ફેબ્રુઆરી 2021માં થયેલી iplની નીલામીમાં મુંબઈ ઇન્ડિયન્સે અર્જુન તેંડુલકરને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. એક સીઝન પછી તેમને મુંબઈ ઇન્ડિયન્સે રિલીઝ કરી દીધો હતો. iplની નીલામીમાં અર્જુન તેંડુલકરને ફરી એક વખત મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો છે.

મુંબઈ ઇન્ડિયન્સે તેના ટ્વિટર એકાઉન્ટ પર અર્જુનનો એક વીડિયો શેર કર્યો હતો જેને જોઈને ચાહકો ભડકી ઉઠ્યા હતા અને તેમણે ફ્રેન્ચાઇઝી તથા ખિલાડીઓને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું. સુરેશ રૈના અને ઈયોન મોર્ગન જેવા ખિલાડી વેચાયા નથી પરંતુ એક પણ મેચ નહિ રમેલ અર્જુન તેંડુલકર વેચાઈ ગયો. તેને લઈને ચાહકો હવે મુંબઈ ઇન્ડિયન્સ પર નેપોટિઝમનો આરોપ લાગવાનો શરુ કરી દીધો હતો.

અર્જુન તેંડુલકર અવાર નવાર તેના પિતાના કારણે ચર્ચામાં રહે છે પરંતુ તેના રમવાના કારણે નામ કે મુકામ હાસિલ કરી શક્યા નહિ જે તેના પિતાએ તેમના શરૂઆતના દિવસોમાં હાસિલ કરી હતી. જોકે તેમની ઉપર શરૂઆતથી જ દરેક લોકોની નજર રહી છે અને દરેક લોકો ઈચ્છે કે તે પિતાની જેમ ક્રિકેટના મેદાનમાં તેમનો એક અલગ મુકામ હાસિલ કરી શકે.

સચિને વર્ષ 2008થી 201સુધી iplના 6 સીઝનમાં ભાગ લીધો હતો. આ દરમ્યાન તેમણે 78 મેચ રમ્યા અને 34.83ની રનરેટથી 2334 રણ બનાવ્યા હતા. સચિન તેંડુલકરનો સૌથી વધુ સ્કોર 100 રન હતો. સચિનના નામે IPLમાં 1 સદી અને 13 અડધી સદી છે

Patel Meet