1 લાખ બની ગયા 12 લાખ, સ્ટોકનું નામ સાંભળીને કહેશો કાશ મેં આ લીધો હોત તો…

1 લાખ બની ગયા 12 લાખ, વડાપાઉંના ભાવે મળતો હતો આ શેર, માત્ર 2 વર્ષમાં 1135% ઉછળ્યો

દેશ સહિત વિશ્વભરમાં ફેલાયેલી મહામારી બાદ ઘણા શેરોએ રોકાણકારોને બંપર રીટર્ન કર્યુ છે. જો કે, થોડા સમયથી શેર બજારમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ માત્ર એક બે સપ્તાહની નહિ પરંતુ છેલ્લા ઘણા સમયની છે. એવામાં જલ્દી નફો કમાવવાની ચાહ રાખનારા રોકાણકારોને સમજ નથી આવી રહ્યુ કે તે તેમના પૈસા ક્યાં લગાવે. જો કે, ગ્રસિત માર્કેટમાં કેટલાક શેરો એવા પણ છે જે રોકાણકારોને સારુ એવું રિટર્ન આપી રહ્યા છે.

આવો જ એક શેર છે રામા સ્ટીલ્સ ટ્યૂબ્સ. આ કંપનીએ શેરધારકોને 1135% રીટર્ન આપ્યુ છે. આ અવધિમાં કંપનીનો સ્ટોક 30 રૂપિયાયતી વધી 378 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ મલ્ટીબેગર સ્ટોક છેલ્લા એક મહિનામાં 343થી વધી 378ના લેવલ પર પહોંચી ગયો છે. આ અવધિમાં સ્ટોકમાં 10%થી વધારેનો ગ્રોથ જોવા મળ્યો છે. ત્યાં છેલ્લા 6 મહિનામાં કંપનીનો શેર 228થી વધી 378 સુધી પહોંચી ગયો છે. આ સમયે સ્ટોકમાં 65%થી પણ વધારે ગ્રોથ જોવા મળ્યો છે.

આ ઉપરાંત વાઇટીડી સમયમાં શેરની કિંમત 356ના લેવલથી વધી 378ના લેવલ પર પહોંચી ગઇ છે. આ દરમિયાન સ્ટોકમાં 6% ગ્રોથ જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 94થી વધી 378ના લેવલ પર પહોંચ્યો છે. ત્યાં 12 જૂન 2020ના રોજ આ સ્ટોકની કિંમત 30.60 રૂપિયા હતી. જે અત્યારે 378 સુધી પહોંચી ગઇ છે. આ સ્ટોકે 1100%થી પણ વધારે રીટર્ન રોકાણકારોને 2 વર્ષમાં આપ્યુ છે.

જો કોઇએ એકાદ મહિના પહેલા આ શેરમાં એક લાખ જેટલું રોકાણ કર્યુ હોય તો તેના આજે 1.10 લાખ જેટલા થઇ ગયા હોત. આ ઉપરાંત જો 6 મહિના પહેલા એક લાખનું રોકાણ કર્યુ હોત તો 1.65 લાખ અને એક વર્ષ પહેલા કર્યુ હોત તો 4 લાખ રૂપિયા તેના થયા હોત. જો કોઇએ આ શેરમાં જૂન 2020માં એક લાખનું રોકાણ કર્યુ હોત તો તેના આજે 12.35 લાખ રૂપિયા થયા હોત. જણાવી દઇએ કે, રામા સ્ટીલ ટયૂબ્સની માર્કેટ કેપિટલ 631 કરોડ રૂપિયા છે. જો 24 જૂન 2022ના રોજની વાત કરવામાં આવે તો આ શેરની કિંમત 388 રૂપિયા છે.

Shah Jina