પૈસાથી જૈબ ભરવાવાળો શેર ! કિંમત પહોંચી 18 રૂપિયાથી 800 રૂપિયા… 3 વર્ષમાં જ રોકાણકારો થઇ ગયા કરોડપતિ

શેરબજારમાં કેટલાક એવા શેરો છે જે બમ્પર વળતર સાથે રોકાણકારોનું નસીબ બદલી નાખે છે. એક એવો શેર કે જેણે 3 જ વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા. આ શેરે 4000 ટકાથી વધુ વળતર આપ્યું હતું અને શેરધારકોને સમૃદ્ધ બનાવ્યા છે.

આ કંપની ટાયર બિઝનેસ સાથે સંકળાયેલી છે જેનું નામ છે ટિન્ના રબ્બર એન્ડ ઇંફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. આ કંપનીના શેરે માત્ર ત્રણ વર્ષમાં 4,420 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં 279 ટકાનો વધારો થયો છે. જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલાં 10 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તે 4.42 કરોડ થયું હોત.

જો કોઇએ 10 લાખ રોક્યા હોત તો તે આજે 4.52 કરોડ થઇ ગયા હોત. રીપોર્ટ્સ અનુસાર, આ સ્ટોકનું ટેકનિકલ સેટઅપ મજબૂત છે. ટીન્ના રબર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એ 40 વર્ષથી વધુ સમયથી ભારતની અગ્રણી ટાયર મટિરિયલ રિસાયકલ કંપની છે. તેની પાસે 5 અત્યાધુનિક રિસાયક્લિંગ પ્લાન્ટ છે.

(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમને કોઇપણ પ્રકારના લાભ અથવા નુકસાન માટે GujjuRocks જવાબદાર રહેશે નહી.)

Shah Jina