“હું બેસી શકતો નથી, ઉભો થઇ શકતો નથી” મોત પહેલા મુખ્તાર અંસારીએ કરી હતી દીકરા સાથે છેલ્લી વાત, ઓડિયો આવ્યો સામે

મુખ્તારની દીકરા ઉંમર સાથે વાતચીતનો છેલ્લો ઓડિયો : કહ્યું “દીકરા બેસી-ઉઠી નથી શકતો, શરીર ચાલ્યું જાય છે પણ આત્મા અહીંયા જ રહી જાય છે !”

Mukhtar Ansari Last Conversation With Son  : માફિયા ડોન મુખ્તાર અંસારી હવે આ દુનિયામાં નથી. મુખ્તાર સાથે પૂર્વાંચલની રાજનીતિ અને ગુનાનો એક અધ્યાય ખતમ થયો. મુખ્તારના મૃત્યુ પછી હવે માત્ર તેની કહાનીઓ અને ચર્ચાઓ જ રહી ગઈ છે. જીવનની અંતિમ ક્ષણોમાં મુખ્તાર એકદમ લાચાર બની ગયો હતો. તે હંમેશા તેના મૃત્યુથી ડરતો હતો. જીવનના અંતમાં, જ્યારે મુખ્તારને અદાલત દ્વારા સતત સજા થઈ રહી હતી, તે જ વહીવટીતંત્ર પણ તેના પર સતત કડકતા વધારી રહ્યું હતું.

આ દરમિયાન મુખ્તાર અંસારી અને તેના પુત્ર ઓમર અંસારી વચ્ચેની છેલ્લી વાતચીત સામે આવી છે. આ વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઓડિયોમાં મુખ્તાર અંસારીની લાચારી અને દર્દ સ્પષ્ટ દેખાય છે. પોતાના પુત્ર સાથે છેલ્લી વાર વાત કરતી વખતે મુખ્તાર તો ત્યાં સુધી કહે છે કે ‘શરીર જાય છે પણ આત્મા રહે છે’. ઓમર અંસારી અને તેની પત્ની મુખ્તાર અંસારી સાથે ફોન પર વાત કરે છે. ઓમર અંસારીની પત્ની પહેલા કહે છે, પાપા, કેમ છો? ભગવાનનો આભાર કે તમારો અવાજ સંભળાઈ રહ્યો છે. શું તમે ઠીક છો કારણ કે તમારો અવાજ ખૂબ ઓછો આવી રહ્યો છે.

આ પછી તરત જ ઉમર અંસારી ફોન પર આવે છે. તે કહે, પપ્પા, તમે ઠીક છો? આનો જવાબ આપતા મુખ્તાર કહે છે, હા બાબુ. અમે મજામાં છીએ. આ પછી ઉમર કહે છે, અલ્લાહે તમને બચાવ્યા. પવિત્ર રમઝાન માસ પણ ચાલી રહ્યો છે. આના જવાબમાં મુખ્તાર કહે છે, દીકરા, હું ભેભાન જેવો થઇ રહ્યો છે. નબળાઈ આવી ગઈ છે.

આ પછી ઉમર અન્સારી તેના પિતા મુખ્તાર અંસારીને કહે છે, મેં સમાચારમાં જોયું છે કે તમે ઘણા નબળા પડી ગયા છો. અમે હવે કોર્ટમાં છીએ. તમને અહીં મળવાની પરવાનગી લઈને. મેં ઇન્સ્પેક્ટર અંકલ સાથે પણ વાત કરી છે. અમને પરવાનગી મળશે તો અમે તમને મળવા આવીશું. ત્યારે મુખ્તાર અંસારી કહે છે કે અમે બેસી શકતા નથી. અમે યોગ્ય રીતે ઉઠી પણ શકતા નથી. આ સાંભળીને ઉમર કહે, પપ્પા, આ બધું ઝેરની અસર છે. તેની અસર દેખાઈ રહી છે. તમારે હિંમત એકઠી કરવી જોઈએ અને કૉલ કરવો જોઈએ. તમારી સાથે વાત કરી, તમારો અવાજ સાંભળ્યો, સારું લાગ્યું.

આ પછી મુખ્તારે તેના પુત્ર ઉમરને કહ્યું, બાબુ, શરીર જાય છે પણ આત્મા રહે છે. આ સાંભળીને ઉમર કહે છે, હિંમત રાખો પિતાજી. હવે તમારે હજ પણ કરવી પડશે. જો તમારી જગ્યાએ બીજું કોઈ રહેતું હોત, તો તે અત્યાર સુધીમાં મરી ગયો હોત. આ સાંભળીને મુખ્તાર કહે છે, હું ઉભો પણ નથી થઇ શકતો. માત્ર વ્હીલચેરના આધારે છું. છેલ્લા 10 દિવસથી વોશરૂમ પણ નથી જઈ શક્યો. આ સાંભળીને ઉમર કહે છે, ‘હું તમારા માટે ઝમઝમ લાવીશ. હું ખજૂર લાવીશ…ફળો લાવીશ.’

Niraj Patel