CSKના આ સ્ટાર બોલરે માર્યો એવો થ્રો કે વિરાટ કોહલી ઊંધા મોઢે પડી ગયો, ચાહકો થયા નારાજ, જુઓ વીડિયો

IPL 2022ની 49મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ધમાકેદાર મેચ રમાઈ હતી. અંતે આરસીબીએ આ મેચ 13 રને જીતી લીધી હતી. જોકે, RCBનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર બેટથી કંઈ ખાસ બતાવી શક્યો નથી. પરંતુ આ મેચમાં એક ક્ષણ એવી આવી, જેને જોઈને વિરાટના ચાહકોનો પારો વધી ગયો.

યુવા ડાબોડી ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીએ ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને રન આઉટ કરવાનો પ્રયાસ કરતા ઈજાગ્રસ્ત થયા હતા. આ માટે મુકેશે તરત જ માફી માંગી હતી. જોકે ઈજા ખાસ ગંભીર નહોતી. બેંગ્લોરની ટીમે 13 રને મેચ જીતી લીધી હતી. આ સાથે તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાનેથી બે સ્થાનની છલાંગ લગાવીને ચોથા સ્થાને પહોંચી ગઈ છે.

વિરાટ કોહલીએ 33 બોલમાં 30 રનની ધીમી પરંતુ મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ ઘટના બેંગ્લોરની બેટિંગ દરમિયાન પહેલી જ ઓવરમાં ઘટી હતી. વિરાટે ડાબા હાથના મુકેશ ચૌધરીના બોલ પર સ્ટ્રેટ ડ્રાઇવ રમવાનો પ્રયાસ કર્યો હતો. બેટ સાથે અથડાયા બાદ બોલ મુકેશના હાથમાં ગયો હતો.

જો કે તે સમયે વિરાટ ક્રિઝમાંથી ઘણો બહાર આવી ગયો હતો. ચેન્નાઈના બોલરે તરત જ બોલ કેચ કરીને વિરાટના છેડે રનઆઉટ કરવા માટે ફેંકી દીધો હતો. જ્યાં આરસીબીના ભૂતપૂર્વ કેપ્ટન જે તેની ક્રિઝ પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે આઉટ થતા બચી ગયો પરંતુ બોલથી બચી શક્યો નહીં. બોલ તેના પાછળના ભાગ પર વાગ્યો. આ ઘટના બાદ મુકેશે તરત જ માફી માંગી હતી. વિરાટે પણ યુવા બોલરની ક્ષમતાને સમજીને હસીને પ્રતિક્રિયા આપી.

Niraj Patel