એક બીજાના ગળાડૂબ પ્રેમમાં ખોવાઈ ગયા મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણી, વીડિયોએ તો જીતી લીધા ચાહકોના દિલ, જુઓ તમે પણ
Mukesh and Nita Ambani’s dance : મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન ટૂંક સમયમાં જ રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. ત્યારે લગ્ન પહેલા જામનગરમાં ખુબ જ ધમધુમથી બંનેના પ્રિ વેડિંગ સરેમની યોજાઈ રહી છે. ત્યારે આ સેરેમનીમાં દેશ અને દુનિયાના ઘણા મોટા મોટા દિગ્ગજો પણ આવી રહ્યા છે. આ સાથે જ ઈન્ટરેનેશનલ કલાકારો પણ આ ઇવેન્ટમાં પર્ફોમન્સ આપવાના છે. 1 માર્ચથી શરૂ થયેલા કાર્યક્રમો 3 માર્ચ સુધી ચાલશે, ત્યારે આ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો એક રોમાન્ટિક વીડિયો પણ સામે આવ્યો છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો ડાન્સ :
મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો રોમેન્ટિક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ પાર્ટીમાં સંગીત ફંક્શન માટે પ્રેક્ટિસ કરી રહ્યા હતા તે દરમિયાનનો છે. અંબાણી પરિવારના એક ફેન પેજ પર નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી માટે પ્રેક્ટિસ કરતા એક સુંદર વીડિયો પોસ્ટ કર્યો હતો.
રોમાન્ટિક અંદાજ આવ્યો સામે :
વીડિયોમાં મુકેશ અને નીતા અંબાણી લોકપ્રિય ગીત પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ પર ડાન્સ કરતા જોઈ શકાય છે. આ ગીત રાજ કપૂર અભિનીત ફિલ્મ શ્રી 420નું હતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી રોમાન્ટિક અંદાજમાં એકબીજાની નજીક ઉભા રહ્યા છે અને ગીતના શબ્દો પર લિપસિંગ પણ કરી રહ્યા છે.
ચાહકોને પસંદ આવ્યો વીડિયો :
આ દરમિયાન મુકેશ અંબાણીએ બ્લુ રંગનો કુર્તો પહેર્યો છે, જયારે નીતા અંબાણી સિલ્વર રંગની સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી છે. ચાહકોને આ વીડિયો હવે ખુબ જ પસંદ આવી રહ્યો છે અને મુકેશ અંબાણી અને નીતા અંબાણી વચ્ચેનો આવો પ્રેમ જોવો એ પણ કોઈ લ્હાવા સમાન લાગી રહ્યો છે. ઘણા યુઝર્સ તેમના વખાણ પણ કરતા જોવા મળે છે.
View this post on Instagram