ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેરેમની સમાપ્ત થઈ ગઈ છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતના પ્રી-વેડિંગ ફંક્શનમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. પ્રથમ દિવસે રિહાનાના પરફોર્મન્સથી લઈને છેલ્લા દિવસે મહાઆરતી સુધી બધાએ ખૂબ જ મજા કરી.
આ દરમિયાન મુકેશ અને નીતા અંબાણીએ તેમના મહેમાનો માટે એક મજેદાર નાટક કર્યુ હતુ. અનંતના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં મુકેશ-નીતા અંબાણીએ એ પણ ખુલાસો કર્યો કે અંબાણી પરિવારમાં અસલી ડોન કોણ છે. તેમણે પોતાના મનમોહક પરફોર્મન્સથી મહેમાનોને ખુશ કર્યા. આ કપલે ના માત્ર ડાન્સ જ કર્યો પરંતુ ડોન ફિલ્મના એક સીનને બોલિવૂડની શૈલીમાં રજૂ કર્યો હતો. આ દરમિયાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આ યાદગાર ક્ષણમાં મુકેશ અંબાણી ‘ડોન’ના પાત્રમાં જોવા મળે છે. મુકેશ અંબાણી બ્લેક સૂટમાં ખુરશી પર બેઠેલા જોવા મળ્યા હતા અને તેમણે આંખો પર બ્લેક ગોગલ્સ પણ કેરી કર્યા હતા. પ્રખ્યાત ફિલ્મ ડોનના પ્રખ્યાત ડાયલોગને પુનરાવર્તિત કરતા તે કહે છે કે ડોન કો પકડના મુશ્કિલ હી નહિ ના મુમકીન હૈ. આ પછી કહાનીમાં ટ્વિસ્ટ આવે છે, નીતા અંબાણી કહે છે કે ડોન પકડા ગયા. આ પછી તેઓ આગળ કહે છે કે આ ડોનને તેના ચાર નાના પૌત્ર-પૌત્રીએ પકડી લીધા છે, જે તેમની આંગળી પકડી ચાલી રહ્યા છે.
આ પછી નીતા અંબાણી કહે છે કે મુકેશ ચલોને મોડુ થઇ રહ્યુ છે, આપણા નાના અનંતનું સંગીત છે. આ પછી મુકેશ અંબાણી યસ બોસ કહીને પોતાની ખુરશી પરથી ઉઠે છે અને નીતા અંબાણી સાથે બહાર ચાલ્યા જાય છે. આ પછી નીતા અંબાણી એ ખુરશી પર બેસી જાય છે અને ડોનના અંદાજમાં ચશ્મા પહેરે છે. પાછળથી મુકેશ અંબાણી મજાકિયા અંદાજમાં નીતા અંબાણીને પરિવારના અસલી ડોન કહે છે.
View this post on Instagram