મુકેશ દાદાએ પૌત્ર પૃથ્વીને તેડ્યો, આ ક્યૂટ તસવીરોએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું- જુઓ PHOTOS
દેશના સૌથી ધનાઢ્ય પરિવારમાંથી એક એવા મુકેશ અંબાણીના પરિવાર ઉપર સૌ કોઈની નજર રહેતી હોય છે, આ પરિવાર ખાસ લાઇમ લાઇટમાં નથી રહેતો જેના કારણે તેમની એક ઝલક જોવા માટે પણ ચાહકો ઉત્સુક બનતા હોય છે, ત્યારે જો વાત અંબાણી પરિવારના લાડકા દીકરા પૃથ્વી અંબાણીની હોય તો પૂછવું જ શું ? પૃથ્વી અંબાણીની તસવીર કે વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.
View this post on Instagram
ત્યારે હાલમાં જ મુકેશ અંબાણીએ તેમના પૌત્ર પૃથ્વી અંબાણી સાથે પહેલીવાર જાહેરમાં દેખાયા હતા.બંને રાધિકા મર્ચન્ટના કાર્યક્રમમાં નજર આવ્યા. આ કાર્યક્રમ રવિવારે મુંબઈમાં થયો હતો. મુકેશ અંબાણીએ પૃથ્વી આકાશ અંબાણીનો દુનિયા સાથે પરિચય કરાવ્યો હતો. રાધિકા મર્ચન્ટ વીરેન્દ્ર મર્ચન્ટ અને શીલા મર્ચન્ટની દીકરી છે, જેના કાર્યક્રમની વ્યવસ્થા મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં થઈ હતી.
View this post on Instagram
આ ઈવેન્ટનું આયોજન વીરેન્દ્ર, શીલા, મુકેશ અને નીતાએ સંયુક્ત રીતે કર્યું હતું. મુકેશ અંબાણી તેમના પૌત્ર પૃથ્વીને આ પ્રસંગે લઈને આવ્યા હતા. બંને કુર્તા-પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા, જ્યાં મુકેશ અંબાણીએ મરૂન કલરનો કુર્તો પહેર્યો હતો ત્યાં પૃથ્વીએ પિંક કલરનો કુર્તો પહેર્યો હતો.આ પછી આકાશ પણ પિતા અને પુત્ર સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
બાદમાં આકાશ તેની પત્ની શ્લોકા સાથે પણ જોવા મળ્યો હતો.શ્લોકાએ આ પ્રસંગે બનારસી સિલ્કની સાડી પહેરી હતી.આ પ્રસંગે અનિલ અંબાણી પણ જોવા મળ્યા હતા.આ પ્રસંગે દરેક લોકો ખૂબ જ ખુશ દેખાતા હતા. મુકેશ અંબાણીના ચહેરા પરની ખુશી જોવા જેવી હતી. આ પ્રસંગે કોકિલાબેન અંબાણી પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram
આ સાથે જ આ ઈવેન્ટમાં બોલિવૂડના ઘણા કલાકારોએ પણ ભાગ લીધો હતો. જેમાં રણવીર સિંહ, સલમાન ખાન, આમિર ખાનનો સમાવેશ થાય છે. જ્યારે ઝરીન ખાન તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે જોવા મળ્યો હતો. મુકેશ અંબાણી દેશના જાણીતા બિઝનેસમેન છે.
View this post on Instagram
આ પ્રસંગે રાધિકા મર્ચન્ટે સ્ટેજ પરફોર્મ કર્યું હતું. તેનું પરફોર્મન્સ જોઈને બધા દંગ રહી ગયા હતા. રાધિકા ટૂંક સમયમાં અંબાણી પરિવારની વહુ બનવા જઈ રહી છે.રાધિકા અનંત અંબાણીની મંગેતર છે. સોશિયલ મીડિયામાં પણ આ કાર્યક્રમના ઘણા વીડિયો અને તસવીરો પણ વાયરલ થઇ રહ્યા છે.