સતત મંદિરોની મુલાકાત લઈને કરોડોના દાનનો ધોધ વહાવી રહેલા અંબાણી પરિવારના અગ્રણી મુકેશ અંબાણીએ વધુ એક મંદિરની મુલાકાત લઈને કર્યું કરોડોનું દાન

ભારત અને એશિયાના સૌથી ધનાઢ્ય પરિવારમાંથી એક એવા મુકેશ અંબાણીનો પરિવાર દાન કાર્યમાં ખુબ જ આગળ છે અને છેલ્લા થોડા સમયથી અંબાણી પરિવારના સભ્યો વિવિધ મંદિરોમાં જઈને દાનનો ધોધ વહાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં જ મુકેશ અંબાણીએ વધુ એક મંદિરની મુલાકાત લઈને કરોડોનું દાન આપ્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ ગુરુવારે પહેલા બદ્રીનાથની મુલાકાત લીધી અને પછી કેદારનાથના ચરણોમાં પહોંચ્યા. તેમણે કેદારનાથમાં 15 મિનિટ સુધી પૂજા પણ કરી હતી. આ દરમિયાન તેમણે આરાધ્યાની પૂજા માટે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ને પાંચ કરોડનો ચેક પણ આપ્યો, જેમાં બંને ધામોમાં અઢી કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ દરમિયાન તેમણે યાત્રાધામના પૂજારીઓ સાથે પણ વાતચીત કરી હતી.

મુકેશ અંબાણી સવારે સાડા નવ વાગ્યે હેલિકોપ્ટર દ્વારા બદ્રીનાથ પહોંચ્યા અને પૂજા અર્ચના કરી. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના ઉપાધ્યક્ષ કિશોર પંવારે તુલસીની માળા, બદ્રીનાથના વસ્ત્રો અને પ્રસાદ અર્પણ કર્યો હતો. અંબાણી રાવલ ઇશ્વર પ્રસાદ નંબૂદીરીને પણ મળ્યા હતા. અંબાણીએ બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિને 5 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો, જેમાંથી 2.5 કરોડ બદ્રીનાથના ધાર્મિક કાર્યો માટે અને 2.5 કરોડ કેદારનાથ માટે આપવામાં આવ્યા હતા.

મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે મુકેશ અંબાણીને પાંચ કરોડ રૂપિયાનું દાન આપવા બદલ આભાર માન્યો હતો. મુકેશ અંબાણી વર્ષ 2015થી દર વર્ષે બદ્રીનાથ અને કેદારનાથ પહોંચે છે. આ પ્રસંગે મંદિર સમિતિના સભ્ય ભાસ્કર ડીમરી, નાયબ મુખ્ય કાર્યકારી અધિકારી સુનિલ તિવારી, ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલ, મંદિર અધિકારી રાજેન્દ્ર ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સવારે 10.30 વાગ્યે બદ્રીનાથ ધામથી કેદારનાથ પહોંચ્યા હતા. અહીં મંદિર સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓએ તેમનું ફૂલનો ગુચ્છો આપીને સ્વાગત કર્યું હતું. તેઓએ મંદિરમાં બાબાની પૂજા કરી. મુખ્ય પૂજારી ટી ગંગાધર લિંગાને પણ મળ્યા. આ પછી, કેદાર સભાના અધ્યક્ષ વિનોદ શુક્લા અને અન્ય તીર્થધામના પૂજારીઓ પણ મળ્યા. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પ્રવાસના સમયગાળા દરમિયાન છેલ્લા ઘણા સમયથી બાબા કેદારના ધામની મુલાકાતે આવે છે.

હવે બદ્રીનાથ ધામ અને કેદારનાથમાં સંચાર સેવા માટે તીર્થયાત્રીઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ગુરુવારે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ પણ બદ્રીનાથ અને કેદારનાથમાં કોમ્યુનિકેશન સર્વિસ વિશે પૂછપરછ કરી હતી. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મીડિયા ઈન્ચાર્જ ડૉ. હરીશ ગૌરે જણાવ્યું કે મુકેશ અંબાણીએ ટૂંક સમયમાં જ કેદારનાથ અને બદ્રીનાથમાં Jio 5G સેવા શરૂ કરવાની વાત કરી હતી. આ માટે મોબાઈલ ટાવરને અપગ્રેડ કરવામાં આવશે.

Niraj Patel