દીકરા અનંતની પ્રી વેડિંગ સેરેમનીમાં મુકેશ અંબાણી નહિ રોકી શક્યા આંસુ, રાધિકાની ગ્રેન્ડ એન્ટ્રી સમયે આંખમાં આવ્યા આંસુ- જુઓ વીડિયો

ગુજરાતના જામનગરમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીના સૌથી નાના અને લાડકા દીકરા અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન 1 માર્ચથી 3 માર્ચ સુધી યોજાયુ, આ હાઇપ્રોફાઇલ સેલિબ્રેશનમાં દેશ-દુનિયાની મોટી મોટી હસ્તિઓ સિવાય બોલિવુડ-હોલિવુડ સ્ટાર્સ પણ સામેલ થયા હતા.

પ્રી-વેડિંગના ત્રીજા દિવસે અંબાણી પરિવાર દ્વારા અનંત-રાધિકાની હસ્તાક્ષર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને આ સમયે રાધિકાએ ડાંસ સાથે ગ્રેન્ડ એન્ટ્રી કરી હતી. આ દરમિયાનનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર સામે આવ્યો છે, જે કરણ જોહરે શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અનંત-રાધિકાને જોઇ મુકેશ અંબાણી તેમના આંસુ નથી રોકી શકતા.

આ દરમિયાન નીતા અંબાણી અને રાધિકાના માતા-પિતા તેમની આસપાસ જોવા મળી રહ્યા છે. નીતા અંબાણી ભાવુક મુકેશ અંબાણીને સંભાળતા પણ જોવા મળે છે. વીડિયોમાં રાધિકાની એન્ટ્રી જોઇ શકાય છે, તે દેખા તેનું પહેલી પહેલી બાર વે પર અનંત માટે પરફોર્મ કરી રહી છે, આ પછી તે જ્યારે સ્ટેજ નજીક આવે છે ત્યારે અનંત તેને પ્રેમથી બંને હાથે ઉપર લાવે છે અને બંને ગળે મળે છે.

આ સમયે તે બંને પણ ભાવુક જોવા મળી રહ્યા છે. વીડિયોમાં છેલ્લે અનંત રાધિકાને પ્રેમથી કપાળ પર કિસ કરતો જોવા મળે છે. જણાવી દઇએ કે, નીતા અંબાણીએ અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેલિબ્રેશનના છેલ્લા એટલે કે ત્રીજા દિવસે ભરતનાટ્યમ કર્યું હતું. સવારે 10:30થી શરૂ થયેલ ટસ્કર ટ્રેલ ઇવેન્ટ પછી સાંજે હસ્તાક્ષર સેરેમની યોજાઇ હતી.

તેમજ મહા આરતી અને રાત્રિભોજન બાદ ઘણા દિગ્ગજ કલાકારોએ પર્ફોર્મન્સ પણ આપ્યું હતુ. અનંત-રાધિકાની 1-3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાયેલ પ્રી-વેડિંગ સેરેમનીમાં ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાએ તેનું ભારતમાં પહેલુ પરફોર્મન્સ આપ્યુ હતુ. સાંજે 6 વાગ્યે શરૂ થયેલ હસ્તાક્ષર સેરેમની માટે ખાસ ડ્રેસ કોડ હેરિટેજ ઇન્ડિયન રાખવામાં આવ્યો હતો.

આ ખાસ અવસર પર રાધિકા સુંદર પેસ્ટલ લહેંગામાં જોવા મળી હતી. તો અનંત પણ મેચિંગ શેરવાનીમાં જોવા મળ્યો હતો. સેરેમની દરમિયાન બંને એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે હસ્તાક્ષર સેરેમનીમાં એક પછી એક હસ્તાક્ષર કર્યા. જણાવી દઈએ કે, રાધિકાનો આ લહેંગો સિલ્ક અને ઓર્ગેંજા મિક્સ્ડ ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો છે, જેના પર તેણે ડાયમંડ જ્વેલરી કેરી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

 

Shah Jina