અનંત-રાધિકાની પ્રી વેડિંગ સેરેમની બાદ મુકેશ અંબાણી પહોંચ્યા દ્વારકાધીશ મંદિર, માથા પર તિલક સાથે નજર આવ્યા બિઝનેસ- જામનગરવાસીઓનો માન્યો આભાર

મુકેશ અંબાણીએ દ્વારકાધીશ મંદિરમાં આશીર્વાદ, પૂજા કરી જામનગરવાસીઓનો માન્યો આભાર- જુઓ વીડિયો

અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ ગુજરાતના દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પૂજા બાદ મુકેશ અંબાણીએ જામનગરવાસીઓનો આભાર માન્યો અને કહ્યુ કે તેમના સહયોગ વિના આ પ્રસંગ શક્ય ન હોત. મુકેશ અંબાણીએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે- અનંત અને રાધિકાના લગ્ન પૂર્વેની ઉજવણી ભગવાનના આશીર્વાદ સાથે કરવામાં આવી હતી.

હું જામનગરની જનતાનો તેમના સમર્થન બદલ આભાર માનું છું. જામનગર હવે આંતરરાષ્ટ્રીય મંચ પર છે. નીતા અને હું લોકોના ખૂબ આભારી છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ મુકેશ અંબાણી આ દરમિયાન બેજ રંગના કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા અને આ સાથે તેમણે ગળામાં લાલ ચુનરી પણ પહેરી હતી, તેમજ કપાળ પર તિલક પણ લગાવ્યું હતુ.

અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની પૂર્ણ થયા બાદ મુકેશ અંબાણી તેમની માતા કોકિલાબેન અને અનંતની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટના માતા-પિતા સાથે દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. તેમણે મંદિરમાં વિશેષ પૂજા અને આરતી કરી હતી અને ભગવાનના આશીર્વાદ પણ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણી અને તેમનો પરિવાર દ્વારકાધીશમાં ખૂબ જ આસ્થા ધરાવે છે.

થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરીને સોમનાથમાં દર્શન કર્યા હતા. મુકેશ અંબાણી ખાસ પ્રસંગોએ ભગવાનમાં તેમની શ્રદ્ધા વ્યક્ત કરવામાં પાછા નથી પડતા અને પરિવાર પણ અવાર નવાર અનેક મંદિરોની મુલાકાત લેતો રહે છે.જણાવી દઇએ કે, હાલમાં જ 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન મુકેશ અંબાણીના પુત્ર અનંતના પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં યોજાયા હતા.

અંબાણી પરિવારના આ ઈવેન્ટમાં લગભગ આખું બોલિવૂડ સામેલ થયું હતું. એટલું જ નહીં હોલિવૂડના અનેક સ્ટાર્સ પણ અંબાણી પરિવારના કાર્યક્રમમાં હાજરી આપવા જામનગર પહોંચ્યા હતા. હોલીવુડ પોપ સિંગર રિહાનાએ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ પણ કર્યું હતું.

જુઓ માર્ક ઝુકરબર્ગથી લઇને બિલ ગેટ્સ સુધી કયા કયા અમીર લોકો અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં આવ્યા હતા, વીડિયો

Shah Jina