મીની મુંબઇથી ઓછુ નથી મુકેશ અંબાણીનું એંટીલિયા, ઘરમાં છે 3 હેલીપેડ, જુઓ તસવીરો
મુકેશ અંબાણીની ગણતરી દુનિયાના સૌથી અમીર લોકોમાં થાય છે. એવામાં તેમનો પરિવાર, તેમની લાઇફસ્ટાઇલ અને તેમની રહેણીકરણી વિશે લોકો જાણવા આતુર હોય છે.
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઘર એંટીલિયા મુંબઇમાં છે. મુકેશ અંબાણીના આ આલિશાન ઘરમાં 27 ફ્લોર છે. મુકેશ અંબાણીના આ ગગનચુંબી મહેલનું નામ એટલાન્ટિક મહાસાગરમાં એક મિથકિય દ્વીપના નામ પર રાખવામાં આવયુ છે.
આ આલીશાન ઘર કોઇ મહેલથી કમ નથી. આ મહેલની દેખરેખ 600 સ્ટાફ મેમ્બર કરે છે. 4 લાખ સ્કેવર ફીટમાં બનેલા આ ઘરમાં પાર્કિંગ માટે જ 7 ફ્લોર છે. સાઉથ મુંબઇમાં અલ્ટામાઉંટ રોડ સ્થિત એંટીલિયામાં મુકેશ અંબાણી તેમના પૂરા પરિવાર સાથે રહે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ ઘર બનાવવામાં લગભગ 11 હજાર કરોડ રૂપિયા લાગ્યા છે.
એવું કહેવામાં આવે છે કે, એંટીલિયાના છઠ્ઠા માળે એક ગેરેજ બનેલું છે જેમાં લગભગ 168 ગાડીઓ એકસાખે રાખી શકાય છે. ત્યાં જ આ ગાડીઓની સર્વિસ માટે 7માં માળે એક સર્વિસ સ્ટેશન પણ બનેલું છે.
મુકેશ અંબાણીનું ઘર એંટીલિયા દુનિયાનું બીજુ સૌથી મોંઘુ ઘર છે. એંટીલિયામાં કોઇ પણ વસ્તુની કમી નથી. આ આલીશાન ઘરમાં સ્વિમિંગ પુલથી લઇને સિનેમા હોલ સુધી બધુ જ છે.
એંટીલિયાથી આસમાન અને સમુંદ્રનો નજારો ખૂબ જ સુંદર જોવા મળે છે. આ ઘરમાં 9 એલિવેટર છે, જેનાથી કોઇ પણ ફ્લોર પર જઇ શકાય છે. આ ઉપરાંત આ ઘરમાં યોગ સેંટર, ડાંસ સ્ટુડિયો, હેલ્થ સ્પા છે. 27 ફ્લોરના એંટીલિયામાં અંબાણીનો પૂરો પરિવાર ઉપરના 6 માળો પર રહે છે.
મીડિયા રીપોર્ટ્સ અનુસાર, એંટીલિયાને એવા પ્રકારે તૈયાર કરવામાં આવ્યુ છે કે, લગભગ 8 રિક્ટર સ્કેલના ભૂકંપ સુધી તેને કોઇ અસર થતી નથી.
તમને જણાવી દઇએ કે, એંટીલિયા એટલું આલિશાન છે કે, પરિવારના લગભગ મોટા ફંકશન પણ અહીં જ આયોજિત કરવામાં આવે છે. ફંકશનમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. કહેવા માટે તો એંટીલિયા 27 માળનું છે પરંતુ તેની ઊંચાઇ એટલી છે કે, તે કોઇ બિલ્ડિંગના લગભગ 60 માળ બરાબર છે.
ઘરની છત પર 3 હેલીપેડ છે, જેનો અંબાણી ઓફિસ આવવા-જવા માટે પણ ઉપયોગ કરે છે. આ ઉપરાંત ઘરમાં જે થિયેટર છે તેેમાં 50 લોકો એકસાથે બેસી ફિલ્મ જોઇ શકે છે. આટલું જ નહિ ઘરના કચરાથી વીજળી બનાવવામાં આવે છે અને ઘરમાં એવા છોડ છે જે ઘરનું તાપમાન મેન્ટેન રાખે છે.
મુકેશ અંબાણીના પરિવારને ગ્લેમરસ જીવન જીવવા માટે પણ માનવામાંં આવે છે. ઘણીવાર પરિવાર બોલિવુડ સેલેબ્સ સાથેે નજરે પડે છે. અંબાણીના ઘરે થવાવાળા ફંકશનમાં પણ સેલેબ્સ સામેલ થાય છે.
તમને જણાવી દઇએ કે, આનું નિર્માણ જિમ્મા ઓસ્ટ્રેલિયા બેસ્ટ કંસ્ટ્રક્શન કંપની લાઇટન કોન્ટ્રૈક્ટર્સને આપવામા આવ્યુ હતુ. જેમણે યુએસ આર્કિટેક્ચર સાથે મળીને એંટીલિયા તૈયાર કર્યુ છે.