રિયાલિટી શોનો આ કન્ટેન્સ્ટન્ટે આ પ્રખ્યાત કોરિયોગ્રાફર સાથે કર્યા લગ્ન, સલમાન ખાને આપ્યા આશીર્વાદ, જુઓ લગ્નની તસવીરો

સલમાન ખાન અને કોરિયોગ્રાફર વચ્ચે એવો તો શું સંબંધ છે કે તેના લગ્નમાં પહોંચ્યો હાજરી આપવા ? તસવીરો થઇ રહી છે વાયરલ, જુઓ

Mudassar Khan and Riya Kishanchandani Wedding : દેશભરમાં હાલ લગ્નની સીઝન શરૂ થઇ ગઈ છે અને સામાન્ય માણસ સાથે સાથે સેલેબ્સ પણ લગ્નન બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે હાલ એવા જ એક લગ્નની ખબર સામે આવી છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ કોરિયોગ્રાફર મુદસ્સર ખાને લગ્ન કરી લીધા છે. તેણે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને કેટલીક ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેમાં સલમાન ખાન પણ જોવા મળી રહ્યો છે.

સલમાન ખાને આપ્યા આશીર્વાદ :

ભાઈજાનનો કોરિયોગ્રાફર સાથે જૂનો સંબંધ છે. કારણ કે મુદસ્સર તેની ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફ કરી ચૂક્યો છે. જેમાં ‘દબંગ’, ‘બોડીગાર્ડ’ અને ‘રેડ્ડી’ સામેલ છે. મુદસ્સર ખાને રિયા કિશનચંદાની સાથે લગ્ન કર્યા હતા. આ અવસરને વધુ ખાસ બનાવવા માટે સલમાન ખાન પણ પહોંચ્યો હતો. તે તેના કેઝ્યુઅલ અવતારમાં જોવા મળ્યો હતો. સલમાન ખાને જીન્સ અને શર્ટમાં પોતાનો જલવો બતાવ્યો હતો.

તસવીરો થઇ વાયરલ :

પોતાના લગ્નની તસવીરો શેર કરતી વખતે કોરિયોગ્રાફરે તેની પત્નીને દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ ગણાવી છે. મુદસ્સરે આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું, ‘અલહમદુલિલ્લાહ, દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ રિયા કિશનચંદાની સાથે લગ્ન કર્યા. અમારા તમામ મિત્રો, પ્રશંસકો અને અમારા બંને પરિવારો તમામ સમર્થન અને પ્રેમ માટે આભાર. દુઆઓમાં યાદ રાખજો…’

સુંદર લાગતું હતું કપલ :

આ તસવીરોમાં મુદસ્સરે ક્રીમ રંગની શેરવાની પહેરી છે. રિયાએ તેના મેચિંગ કલર લહેંગો પણ કેરી કર્યા છે. આ સિવાય તે લાલ રંગના દુપટ્ટામાં બુરખામાં પણ જોવા મળે છે. તમને રિયા કિશનચંદાની વિશે એ પણ જણાવી દઈએ કે તે રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા’ અને ‘મીકા દી વોટી’માં જોવા મળી ચૂકી છે. રિયા વ્યવસાયે અભિનેત્રી અને મોડલ છે. તે ‘મૈં હોના કી નહીં હોના’, ‘સ્વેગ દી સવારી’ અને ‘તેનુ દસૈયા’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

દુલ્હન પર લૂંટાવ્યો પ્રેમ :

પ્રખ્યાત કોરિયોગ્રાફર મુદસ્સર ખાને રિયાલિટી શો ફેમ રિયા કિશનચંદાની સાથે લગ્ન કર્યા છે. તેણે નવપરિણીત દુલ્હન સાથેના ફોટા પણ શેર કર્યા છે. આમાં તે તેને કિસ કરીને તેના પર પ્રેમ વરસાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટામાં, કોરિયોગ્રાફર દુલ્હનનો હાથ પકડીને ક્યારેક તેના પર પ્રેમ વરસાવતો જોઈ શકાય છે. બંને વચ્ચે અદભૂત કેમેસ્ટ્રી અને બોન્ડ જોવા મળે છે. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. રિયા અને મુદસ્સરે લગ્ન કરીને પોતાના જીવનની નવી સફર શરૂ કરી છે.

Niraj Patel