ખબર

મ્યુકોરમાઈકોસિસ તમારા શરીરના કયા અંગને નુકશાન પહોંચાડે છે ? જાણો વિગત

આ ફંગસ થઇ તો ૧૪-૨૦ લાખ રૂપિયા ખર્ચો થઇ જશે અને ૧૦૦ ઇન્જેક્શન લાગશે, આ અંગને ખોખલું કરી દેશે

સમગ્ર દેશમાં કોરોના મહામારી હાહાકાર સર્જી રહી છે અને તેવામાં પણ ગુજરાતમાં અને અનેક રાજયોમાં કોરોનાની સાથે સાથે મ્યુકોરમાઈકોસિસનું કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાથી રિકવર થયા બાદ ઘણા લોકો આ બીમારીની ઝપેટમાં આવ્યા છે.

આ બીમારી ડાયાબિટીસના દર્દી અને જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને ઝપેટમાં લે છે. મ્યુકોરમાઈકોસિસ બીમારી વિશે અમદાવાદની સિવિલ કેમ્પસની કિડની હોસ્પિટલના ડોક્ટર વિનિત મિશ્રાએ કહ્યુ કે, મ્યુકોરમાઈકોસિસની દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. તેની સારવાર માટે એક દવા છે જેનું નામ છે એમ્ફોટેરેસીન…

કોરોનાની પહેલી લહેરમાં આવા કેસ જોવા મળ્યા ન હતા અને કોરોનાની આ બીજી ઘાતક લહેરમાં બ્લેક ફંગસના કેસ વધુ જોવા મળી રહ્યા છે અને કેટલાક લોકોની આંખોની રોશની પણ જતી રહે છે. તો આ બીમારીને કારણે મોતના પણ કેસ જોવા મળ્યા છે. આવામાં આ બીમારીથી ડાયાબિટિસના દર્દીએ ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.

ડો. વિનિત મિશ્રા જણાવે છે કે, મ્યુકોરમાઈકોસિસ બીમારીની જે દવા આવે છે તેની સાઇડ ઇફેક્ટ એ છે કે, તે દવાના ઉપયોગથી કિડની પર અસર પડી શકે છે. કિડની ફેલ થવી જેવી ગંભીર અસર જોવા મળે છે. તેમજ ડાયાલિસિસ કરાવવાની પણ શક્યતા વધી જાય છે.