ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ હવે મહેન્દ્ર સિંહ ધોની ટેનિસમાં પણ જીતી રહ્યો છે ટ્રોફી અને દિલ, ઝારખંડમાં જીતી ટુર્નામેન્ટ, જુઓ વીડિયો

માહિના ચાહકો માટે ખુશ ખબરી, મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાં નહિ પરંતુ ટેનિસમાં જીતી ટુર્નામેન્ટ,  લોકોએ કહ્યું. “ખરેખર ઓલરાઉન્ડર પર્ફોમન્સ”, જુઓ વીડિયો

મહેન્દ્ર સિંહ ધોનીનો ચાહક વર્ગ આખી દુનિયામાં ફેલાયેલો છે. હાલ માહીએ ભારતીય ક્રિકેટ ટીમમાંથી નિવૃત્તિ લઇ લીધી છે પરંતુ આઇપીએલમાં તેનો જલવો જોવા મળે છે, માહીએ તેની ક્રિકેટથી સૌનું દિલ જીત્યું છે, ત્યારે હવે માહીનો જલવો ક્રિકેટ બાદ ટેનિસમાં પણ જોવા મળી રહ્યો છે. હાલમાં જ તેને ઝારખંડમાં એક ટ્રોફી જીતી છે.

એસએસ ધોનીએ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (JSCA) દ્વારા આયોજિત ટેનિસ ચેમ્પિયનશિપમાં ટ્રોફી જીતી હતી. ધોનીએ સ્થાનિક ટેનિસ ખેલાડી સુમિત કુમાર બજાજ સાથે મળીને ટ્રોફી જીતી હતી. ધોની અને બજાજનો ટ્રોફી લેતા વીડિયો એક ચાહકે ટ્વિટર પર શેર કર્યો હતો.

ફેબ્રુઆરીમાં સુમિત કુમાર બજાજે એમએસ ધોનીનો JSCAમાં ટેનિસ રમતા વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં ધોની બ્લેક ટી-શર્ટમાં ગ્રીન ટ્રાઉઝર અને વ્હાઇટ સ્નીકર્સ પહેરીને ટેનિસ રમતા જોવા મળે છે. મહેન્દ્ર સિંહ ધોનીનો ટ્રોફી જીતવાનો વીડિયો સામે આવ્યા બાદ તેના એક પ્રશંસકે કહ્યું કે, “ધોની અહીં પણ ટ્રોફી જીતી રહ્યો છે.”

તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની IPL 2023માં CSKની કેપ્ટનશિપ માટે તૈયાર છે. ગત સિઝનમાં તેણે 8 મેચ બાદ ટીમની કમાન રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. જોકે છેલ્લી સિઝન CSK માટે સારી રહી ન હતી. ટૂર્નામેન્ટની 14 લીગ મેચોમાંથી CSK માત્ર 4 મેચ જીતવામાં સફળ રહી. IPL 2023 શરૂ થવા જઈ રહ્યું છે, ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ફરીથી તેની જૂની શૈલીમાં રમવા માટે તૈયાર છે.

Niraj Patel