શું રવિન્દ્ર જાડેજા CSK સાથે ખુશ નથી ? ધોની સાથે ચાલુ મેચમાં જ થઇ હતી માથાકૂટ ? જાણો શું છે સમગ્ર મામલો
ms dhoni ravindra jadeja fight : આજથી IPLના પ્લેઓફ મુકાબલા શરૂ થવાના છે અને ટૂંક સમયમાં IPLની વિજેતા ટીમની પણ જાહેરાત થઇ જશે. આજે પ્લેઓફનો પહેલો મુકાબલો ગુજરાત અને ચેન્નાઇ વચ્ચે યોજાવવાનો છે. પરંતુ ચેન્નાઇની દિલ્હી સામે યોજાયેલી છેલ્લી મેચમાં ચેન્નાઇના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વચ્ચે કોઈ બોલચાલ થઇ હોય તેવું પ્રતીત થઇ રહ્યું હતું.
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આઈપીએલ 2023ની તેની છેલ્લી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સને 77 રને હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. CSKની ટીમ 12મી વખત પ્લેઓફમાં પહોંચી છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં CSKની ટીમ ચાર વખત ટાઈટલ જીતી ચૂકી છે અને હવે પાંચમી તક છે જ્યારે ટીમ ચેમ્પિયન બની શકે છે.
ટીમની આ સફળતા સાથે તેની સાથે કેટલાક વિવાદો પણ જોડાયેલા છે, જે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. જો કે આ અંગે સત્તાવાર રીતે કશું સામે આવ્યું નથી. હકીકતમાં, દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન દાવો કરવામાં આવી રહ્યો છે કે CSKના કેપ્ટન ધોની અને રવિન્દ્ર જાડેજા વચ્ચે માથાકૂટ થઇ હતી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે ધોની અને જાડેજા વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે. જો કે આ વીડિયોમાં એવું લાગી રહ્યું છે કે ધોની જાડેજાને કંઈક સમજાવી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામેની જીત બાદ રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે.
Follow your own Path…🙏 https://t.co/SFgmJhUKnw
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) May 21, 2023
જાડેજાએ આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘કર્મ ચોક્કસપણે તમારી પાસે પાછું આવશે. વહેલા કે પછી તે ચોક્કસપણે આવશે.” જાડેજાની આ પોસ્ટ પરથી અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. ઘણા લોકો એમ પણ માની રહ્યા છે કે જાડેજા ચેન્નાઇની ટીમ સાથે ખુશ નથી, તો જાડેજાની આ પોસ્ટ બાદ રીવાબાએ પણ પતિની પોસ્ટને રિટ્વિટ કરતા લખ્યું, “તમે તમારા માર્ગને અનુસરો.” જો કે હજુ સુધી આ વિવાદને લઈને કોઈ સત્તવાર પુષ્ટિ નથી થઇ.