અનષ્કાએ બાંધ્યા હાથ અને વિરાટને પાછળથી, ઉપ્સ આ શું કરી રહી છે અનુષ્કા ફેન્સ ચોંક્યા

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આઇપીએલ 2021ની તૈયારીઓમાં લાગેલા છે. આઇપીએલની પહેલી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાવાની છે. આઇપીએલ શરૂ થયાના બસ થોડા સમય પહેલા વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્માનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા સો.મીડિયામાં ઘણીવાર એકબીજાની ફન્ની પોસ્ટ શૅર કરતાં હોય છે. સો.મીડિયામાં વિરાટ તથા અનુષ્કા ફન્ની પોસ્ટથી લઈ ફન્ની ગેમ રમતાં હોય છે. તાજેતરમાં જ અનુષ્કાએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. અનુષ્કાની હરકતને કારણે વિરાટ એકદમ નવાઈમાં મુકાઈ ગયો હતો.

શૂટિંગના બ્રેક દરમિયાન અચાનક જ અનુષ્કાએ વિરાટને ઊંચકી લીધો હતો અને વિરાટ નવાઈમાં બોલી પડ્યો હતો કે ‘ઓ તેરી.’ અનુષ્કા બોલી હતી કે વિરાટ જાણી જોઈને ઊંચો થયો હતો. ત્યાર બાદ અનુષ્કાએ વિરાટને કહ્યું હતું કે તે જાતે ઊંચો ના થાય અને પછી અનુષ્કાએ ફરી એકવાર વિરાટને ઊંચક્યો હતો. અનુષ્કાએ આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘શું આ મેં કર્યું છે?’

તમને જણાવી દઇએ કે, આ વર્ષે જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક દીકરીના પેરેન્ટ્સ બન્યા છે. તેમણે તેમની દીકરીનું નામ વામિકા રાખ્યુ છે. જો કે, હજુ સુધી તેઓએ તેમની દીકરીને મીડિયાથી દૂર રાખી છે.

અનુષ્કા હાલ તેનું મધરહૂડ એન્જોય કરી રહી છે. જો કે, તે હવે તેના ફિલ્મી કરિયરમાં પાછી ફરી રહી છે. તેને હાલમાં જ એક એડ શુટ માટે સ્પોટ કરવામાં આવી હતી. તેનું આ વર્ક કમિટમેન્ટ જોઇ ચાહકો ક્યાસ લગાવી રહ્યા છે કે, તે જલ્દી જ મોટા પડદા પર વાપસી કરી શકે છે.

જુઓ તમે પણ આ વીડિયો :-

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

Shah Jina