26 વર્ષની મહિલાએ આપ્યો એક-બે નહિ પરંતુ ચાર ચાર બાળકોને જન્મ, પરિવારમાં છવાયો ચાર ઘણી ખુશીઓનો માહોલ, જુઓ તસવીરો

કોઈપણ પરિવારમાં સંતાનનું જન્મવું ઘણી બધી ખુશીઓ લાવે છે, દરેક દંપતી એવું ઇચ્છતા હોય છે કે લગ્નના થોડા સમયમાં તેઓ પણ માતા પિતા બને અને પરિવારના સભ્યો પણ ઇચ્છતા હોય છે કે તેમના ઘરમાં ઘોડિયું બંધાય, ઘણીવાર ટ્વીન્સ બાળકો પણ જન્મતા હોય છે અને તેની ખુશી પણ પરિવારમાં બમણી થઇ જતી હોય છે.

પરંતુ હાલ એવો મામલો સામે આવ્યો છે જેમાં ટ્વીન્સ નહિ પરંતુ 4 બાળકોને એક જ માતાએ જન્મ આપ્યો છે અને પરિવારની ખુશી પણ ચાર ઘણી વધી ગઈ છે. આ અનોખી ઘટના સામે આવી છે, મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લા હોસ્પિટલમાંથી. જ્યાં એક મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો છે.

બાળકોમાં ત્રણ પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે. ચાર બાળકો અને માતા સ્વસ્થ હોવાનું કહેવાય છે. આ રાજ્યનો અનોખો કિસ્સો છે, જ્યારે બાલાઘાટ જિલ્લાનો આ પહેલો કેસ છે. સિવિલ સર્જન-કમ-હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સંજય ધાબરગાંવએ જણાવ્યું કે કિર્નાપુર તાલુકાના જરાહી ગામની 26 વર્ષીય પ્રીતિ નંદલાલ મેશ્રામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

તેમણે આગળ જણાવ્યું કે આ કેસ પડકારજનક હતો. ગત સોમવારે સવારે 11 કલાકે ટ્રોમા યુનિટના નિષ્ણાત ટીમમાં સમાવિષ્ટ ડો.રશ્મિ વાઘમારે અને એનેસ્થેસિયાના નિષ્ણાત ડો.દિનેશ મેશ્રામ, સ્ટાફ સિસ્ટર સરિતા મેશ્રામ અને ટીમે ઓપરેશન કર્યું હતું. પ્રીતિ મેશ્રામે એકસાથે 4 બાળકોને જન્મ આપ્યો છે. ચારેય બાળકોને NCUમાં દાખલ કરવામાં આવ્યા છે. બાળકોની તબિયત સારી છે. જેમાં ત્રણ છોકરા અને એક છોકરીનો સમાવેશ થાય છે. પરિવારનું કહેવું છે કે અમને ચાર ઘણું સુખ મળ્યું છે.

Niraj Patel