...
   

વિમાનમાં બેસવા કરતા પણ મોંઘુ છે આ જગ્યાએ બળદ ગાડામાં બેસવાનું ભાડું, 5-6 કિલોમીટરના લેવામાં આવે છે આટલા હજાર રૂપિયા

બળદ ગાડાનું ભાડું છે આટલા હજાર, છતાંય લોકો હોંશે હોંશે બેઠે છે

આજે ટેક્નોલોજીની સાથે સાથે વાહન વ્યવહારમાં પણ સરળતા આવી ગઈ છે. આજે મોટાભાગના લોકો પાસે બાઈક અને કાર તો મળી જાય છે. પરંતુ એક સમય એવો પણ હતો જયારે મુસાફરી માટે બળદ ગાડાનો ઉપયોગ કરવામાં આવતો હતો, અને લોકો તેમાં જ મુસાફરી પણ કરતા હતા. આપણા દાદા પાસે તેના ઘણા કિસ્સાઓ પણ સાંભળ્યા હશે, ત્યારે આજના આ આધુનિક યુગની અંદર બળદ ગાડામાં બેસવું એ પણ નવાઈની વાત છે.

જ્યાં એક તરફ દેશભરમાં બળદ ગાડાની સવારીઓ બંધ થઇ ગઈ છે ત્યાં દેશમાં એક એવી પણ જગ્યા છે જ્યાં બળદ ગાડામાં બેસવા માટે તમારે હજારો રૂપિયા ચૂકવવા પડે છે. મોટાભાગે 5 કે 6 કિલોમીટરની સવારે માટે 50 કે 100 અથવા તો 200 રૂપિયા સુધી ચૂકવી શકીએ, પરંતુ આ જગાએ બળદ ગાડામાં બેસવા માટે તમારે પાંચથી છ હજાર રૂપિયા ચૂકવવા પડશે.

એવું નથી કે આ ગામ સુધી પહોંચવા માટે પાકો રસ્તો નથી, કે પછી વાહન વ્યવહારની સુવિધા નથી, અહીંયા લોકો પોતાની મોંઘીદાટ ગાડીઓ લઈને આવવા છતાં પણ બળદ ગાડામાં સવારી કરી અને દર્શન કરવા પહોંચે છે. હજારો લોકો 12 કિલોમીટરની સફર બળદ ગાડામાં બેસી અને મેળામાં પહોંચે છે.

સાંભળીને જ નવાઈ લાગે પરંતુ આ જગ્યા આવેલી મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં. જ્યાં આ કહાની સાચી થતી જોવા મળશે. અહીંયાના બિબરોડ ગામના પ્રસિદ્ધ જૈન મંદિરમાં જવા માટે બળદ ગાડાનો ઉપયોગ કરે છે અને તેની સવારી કરવા માટે અમદાવાદથી મુંબઈના હવાઈ સફર કરતા પણ વધારે રૂપિયા ચૂકવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના વર્ષમાં એક જ દિવસ જોવા મળે છે. પોષ મહિનાની અમાસના દિવસે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રતલામના બિબરોડ ગામમાં આવેલા પ્રસિદ્ધ સ્વામી ઋષભદેવ મંદિરમાં દર્શન માટે આવી પહોંચે છે. એક એવી માન્યતા છે કે આ મંદિર સુધી બળદ ગાડામાં આવવાના કારણે પરિવારમાં ખુશીઓ અને સ્મૃદ્ધિઓ આવે છે અને બધી જ સમસ્યાઓ દૂર થઇ જાય છે.

રતલામ અને અન્ય નજીકના વિસ્તારના હજારો શ્રદ્ધાળુઓ દર વર્ષે ઋષભદેવ મંદિરમાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી બળદ ગાડાની સંખ્યામાં પણ ખુબ જ વધારો થયો છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા પહેલા જ બળદ ગાડું બુક કરાવી લે છે. જેના કારણે તમેને કોઈ મુશ્કેલીઓનો સામનો અહીંયા પહોંચીને ના કરવો પડે.

વાત કરીએ બળદ ગાડાના ભાડાની તો બેથી ત્રણ લોકોનો જો નાનો પરિવાર હોય તો તે નાનું બળદ ગાડું બુક કરે છે. જેનું ભાડું લગભગ 2 હજાર રૂપિયા છે અને જો પરિવાર મોટો હોય તો તે મોટું બળદ ગાડું બુક કરાવે છે જેનું ભાડું પાંચથી આઠ હજાર રૂપિયા સુધીનું હોય છે.

આ જગ્યાએ ભરાતા મેળાને પ્રદુષણ મુક્ત મળો પણ કહેવામાં આવે છે. કારણ કે વાહનોની અવર-જ્વર ઓછી હોવાના કારણે અહીંયા પ્રદુષણ ઓછું થાય છે. તો આજે પણ આ મેળાની અંદર હાથથી ચાલતા ચગડોળ જોવા મળે છે. ડીઝલ મોટર કે પછી વીજળીથી ચાલતા અત્યાધુનિક ચગડોળ આજે પણ આ મેળામાં જોવા નથી મળતા.

Niraj Patel