49 વર્ષના મંત્રી સાથે લગ્ન કરનારી 18 વર્ષની દુલ્હને કહ્યું, “બાળપણમાં જ થઇ ગયો હતો પ્રેમ”, બેડ ઉપરનો રોમેન્ટિક વીડિયો વાયરલ

પાકિસ્તાનના 49 વર્ષીય સાંસદ અમીર લિયાકત હુસૈને ખૂબ જ નાની 18 વર્ષની છોકરી સૈયદા દાનિયા શાહ સાથે લગ્ન કર્યા છે. આમિર લિયાકત હુસૈન પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના સભ્ય છે. તે પ્રખ્યાત ટેલિવિઝન હોસ્ટ પણ છે. પીટીઆઈ સાંસદ ડો.આમીર લિયાકત હુસૈનના આ ત્રીજા લગ્ન છે.

સઈદા દાનિયા શાહ અને આમિર લિયાકત હુસૈન બંને બુધવારે લગ્નના બંધનમાં બંધાયા હતા. આમિર લિયાકત હુસૈને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સઈદા દાનિયા શાહ સાથે લગ્ન કરવાની માહિતી આપી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તેમની પાર્ટીના સાંસદો આમિર લિયાકત હુસૈન અને સઈદા દાનિયા શાહને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે. આમિર લિયાકત હુસૈને ઈમરાન ખાનને અભિનંદન આપવા બદલ તેમનો આભાર માન્યો છે.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સાંસદ અને પ્રખ્યાત ટેલિવિઝન હોસ્ટ આમિર લિયાકત હુસૈને ત્રીજા લગ્ન કર્યા છે. સાંસદ ડૉ. આમિર લિયાકત હુસૈનનો તેમની 18 વર્ષની પત્ની સાથેનો રોમેન્ટિક વીડિયો વાયરલ થયો છે. આ રોમેન્ટિક વીડિયો સઈદાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સઈદાના આ એકાઉન્ટ વિશેની માહિતી તેના પતિ લિયાકત હુસૈનના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by @syedadaniaaamir

તમને જણાવી દઈએ કે સઈદા દાનિયા શાહના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (સૈદાદનિયાઆમીર) પર માત્ર ત્રણ પોસ્ટ છે. પહેલી પોસ્ટમાં તે દુલ્હનના ડ્રેસમાં જોવા મળે છે. પોસ્ટ કરાયેલા વિડિયોના કેપ્શનમાં લખ્યું છે- ‘ગઈ રાતે કાશીએ મને દુલ્હન બનાવી, તે ખૂબ જ ખાસ ક્ષણ હતી, મારા પતિ બાળપણથી જ મારા આદર્શ છે.’

 

View this post on Instagram

 

A post shared by @syedadaniaaamir

આ ઉપરાંત સઇદાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા બીજા વીડિયોમાં તે પતિ લિયાકત હુસૈન સાથે જોવા મળી રહી છે. આ રોમેન્ટિક વીડિયોના કેપ્શનમાં લખ્યું છે – ‘ગુડ મોર્નિંગ પાકિસ્તાન, ખાસ કરીને કરાચી, મારું નવું ઘર’.

જ્યારે ત્રીજી પોસ્ટમાં એક તસવીર શેર કરવામાં આવી છે, જેમાં સઈદા દાનિયા શાહ પતિ આમિર લિયાકત હુસૈન સાથે જોવા મળી રહી છે. તસવીરના કેપ્શનમાં લખ્યું છે- ‘અમે બધા તૈયાર છીએ, સંપૂર્ણ છીએ અને એકબીજાના પ્રેમમાં છીએ…’

Niraj Patel