જયા કિશોરીએ લગ્નને લઈને કર્યો મોટો ખુલાશો, કહ્યું કે હું લગ્ન કરવા માટે….

કરોડોની છે માલકિન છે જ્યા કિશોરી, લગ્નની ખબરોને લઇને મોટુ નિવેદન, કહ્યુ- હું ક્યારે લગ્ન કરીશ તે…

જાણિતી મોટિવેશનલ સ્પીકર અને કથાવાચક જયા કિશોરી એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે તેમના લગ્નની વાત ઉઠી છે. છતરપુર સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને જયા કિશોરીના લગ્નને લઈને સોશિયલ મીડિયામાં અફવાઓનું બજાર ગરમાયું હતું. જેના પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આ ખબરને સાવ ખોટી ગણાવી. બીજી તરફ જયા કિશોરીએ તાજેતરમાં જ લગ્ન વિશે ખુલીને વાત કરી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

જેમાં તે કહી રહ્યા છે કે મને ખબર નથી કે હું ક્યારે લગ્ન કરીશ.પણ એટલું મને ખબર છે કે હજી ઘણો સમય છે લગભગ ત્રણ-ચાર વર્ષ તો ખરી જ. તો આના વિશે બિલકુલ પણ ના વિચારો.જણાવી દઇએ કે, જયા કિશોરી દેશના પ્રભાવશાળી મોટિવેશનલ સ્પીકર અને સ્ટોરીટેલર્સમાંથી એક છે. તે તેની સાદગી માટે પણ જાણીતી છે. જયા કિશોરીના લગ્નને લઈને અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. આ વખતે તેનું નામ બાગેશ્વર ધામ, છતરપુરના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું.

આ અફવા પર નારાજગી વ્યક્ત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેને ખોટી ગણાવી. આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે લગ્ન વિશે જયા કિશોરીનું શું મંતવ્ય છે ? થોડા દિવસો પહેલા જયા કિશોરીએ એક પ્રાઈવેટ ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના લગ્ન વિશે ઘણી વાતો જણાવી હતી.આ સાથે લગ્નને લઈને એક શરત પણ રાખવામાં આવી હતી. તે ફક્ત તેને જ જીવન સાથી બનાવવાનું વિચારી શકે છે જે આ શરત પૂરી કરે છે.

જયા કિશોરીની શરત એવી છે કે જ્યાં તેના લગ્ન થાય ત્યાં તેના માતા-પિતાએ પણ તેની આસપાસ શિફ્ટ થવાનું છે. જયા કિશોરી તેના માતા-પિતાને ખૂબ પ્રેમ કરે છે અને તેમનાથી દૂર રહેવા માંગતી નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે જો તે કોલકાતામાં લગ્ન કરે તો તે વધુ સારું રહેશે, કારણ કે તેના માતા-પિતા ત્યાં રહે છે. જયા કિશોરીની સોશિયલ મીડિયામાં ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. જ્યાં ફેસબુક પર તેના 8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, ત્યાં ટ્વિટર પર લગભગ 5 મિલિયન ફોલોઅર્સ છે અને ઇન્સ્ટા પર 4.7 મિલિયન ફોલોઅર્સ છે.

ઈન્સ્ટાગ્રામ પર તે માત્ર 28 લોકોને જ ફોલો કરે છે. જેમાં ટોપ પર છે સ્ટેન્ડઅપ કોમેડીમાં ખાસ નામ બનાવનાર ઝાકિર ખાન, આ સિવાય તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, મિશેલ ઓબામા, અનુપમ ખેર, દિવ્યા ખોસલાકુમાર, સદગુરુ અને OTT સ્ટાર વિક્રાંત મેસીને ફોલો કરે છે. જયા કિશોરીનો જન્મ જુલાઈ 1995માં રાજસ્થાનના સુજાનગઢમાં થયો હતો.

તેનું મૂળ નામ જયા શર્મા છે. લોકો તેમને ‘કિશોરીજી’ના નામથી પણ ઓળખે છે. તેમના પિતાનું નામ શિવશંકર શર્મા છે. તેની એક બહેન પણ છે, જેનું નામ ચેતના શર્મા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયા કિશોરી કરોડપતિ છે. તેમની પાસે 4 થી 5 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

 

View this post on Instagram

 

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

Shah Jina