માતા પ્રેમી સાથે મનાવી રહી હતી રંગરેલિયા, અચાનક આવી ગયો દીકરો પછી પ્રેમ માટે જે માતાએ કર્યુ તે સાંભળી લોહી ઉકળી જશે

દીકરાનો બર્થ ડે હતો અને માતા પ્રેમી સાથે બીભત્સ હાલતમાં પકડાઈ ગઈ, માતાએ દીકરા સાથે જે કર્યું એ બહુ જ ભયંકર છે

દેશભરમાંથી ઘણીવાર હત્યાના અનેક ચકચારી કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલ જે કિસ્સો સામે આવ્યો છે, તેમાં અનૈતિક સંબંધોના કારણે એક માતાએ પોતાના પુત્રની બર્થડે પર જ હત્યા કરી નાખી. તેણે અને તેના પ્રેમીએ મળીને દીકરાનું મોં ઓશીકું વડે દબાવી નાખ્યુ હતું. બાળકનો વાંક એ હતો કે તેણે માતાને પ્રેમી સાથે વાંધાજનક હાલતમાં જોઈ હતી. આ રાઝ ખુલી જશે અને બદનામી થશે તેવા ડરથી તેણે તેના પુત્રને પીડાદાયક મોત આપ્યું. પોલીસે કેસ નોંધીને મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. આ મામલો મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના અકોડિયાનો છે.ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ શાજાપુરના અકોડિયામાં 12 વર્ષના વરુણની હત્યાથી સનસનાટી મચી ગઈ હતી. તેનો મૃતદેહ નિર્જન મકાનમાં પડ્યો હતો. (તમામ તસવીરો સૌજન્ય : દૈનિક ભાસ્કર)

માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ કરાવ્યું. આ પછી જ્યારે પોલીસે તપાસ આગળ વધારી તો આ હત્યાની કડીઓ જોડાવા લાગી. અકોડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે પોલીસની શંકા વરુણની હત્યાના મામલામાં માતા મમતા પર ગઈ. જ્યારે પોલીસે તેની કડક પૂછપરછ કરી તો આખું રહસ્ય સામે આવ્યું. પોલીસે જણાવ્યું કે 3 મેના રોજ લગભગ 2.30 વાગે વરુણ અચાનક ઘરે પહોંચી ગયો હતો. મમતાનો પ્રેમી સંજય બામણીયા ઘરે છે તેની તેને ખબર ન હતી. ઘરમાં પ્રવેશતાની સાથે જ માતા પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં હતી. બાળકને જોઈને બંને ચોંકી ગયા.

આ પછી માતા મમતાએ વિચાર્યું કે જો બાળકને જીવતો છોડી દેવામાં આવશે તો આખું રહસ્ય ખુલશે અને તેની બદનામી થશે. આ પછી તેણે પ્રેમી સાથે વાત કરી અને તકિયા વડે વરુણનું મોં દબાવી તેને મારી નાખ્યો. પુત્રની હત્યા કર્યા બાદ જ્યાં મમતા ખેતરમાં ગઈ ત્યાં તેનો પ્રેમી ઉજ્જૈનમાં તેના ઘરે ગયો. વરુણની લાશ ઘરમાં પડી રહી હતી. સાંજે વરુણની બહેન ઘરે પહોંચી ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. તેણે તરત જ પડોશીઓને જાણ કરી. પાડોશીઓએ પિતા અને પોલીસને બોલાવ્યા. માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી કેસ નોંધ્યો હતો.

હત્યા કેસનો ખુલાસો થતાં પોલીસે માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી પ્રેમીએ જણાવ્યુ કે બાળકની માતા મમતા સાથે તેનું અફેર છે. તે 3 મેના રોજ બપોરે 2.30 વાગ્યે તે તેની પ્રેમિકાને મળવા આવ્યો હતો. બંને ઘરે એકલા હતા. આ દરમિયાન મમતાનો 12 વર્ષનો પુત્ર વરુણ અચાનક ઘરે આવ્યો. તેણે અમને બંનેને વાંધાજનક સ્થિતિમાં જોયા. દીકરાને સામે જોઈને મમતા ડરી ગઈ. નિંદાના ડરથી બંનેએ ઓશીકું વડે મોઢું દબાવીને તેની હત્યા કરી નાખી.

પોલીસે માતા અને પ્રેમી બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. વરુણનો જન્મદિવસ હોવાથી તે બપોરે અચાનક ઘરે આવ્યો હતો. સાંજે પિતાના ઘરે આવ્યા બાદ તે કેક કાપવાની તૈયારી કરી રહ્યો હતો. જો કે, અહીં તેણે તેની માતાની કરતૂત પોતાની આંખે જોઈ હતી. માતાએ પોતાની બદનામીના ડરને કારણે પોતાના જ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો.

Shah Jina