કેટલાય વર્ષથી એક જ પ્લેટમાં ખાવાનું ખાતી હતી માં, મોત બાદ દીકરાને ખબર પડી કારણ તો રડી પડ્યો

24 વર્ષથી માતા એક જ થાળીમાં ખાતી હતી ખાવાનું, નિધન બાદ થાળીનું રાઝ ખુલ્યુ, તે થાળી…

એક માતા તેના બાળકને કેટલો પ્રેમ કરે છે તેને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતો. માં-બાળકના પ્રેમ પર તો ઘણી બુક પણ લખાઇ અને ફિલ્મો પણ બની. જો કે માતાનો પ્રેમ અને તેની મમતા આ બધાથી ઉપર છે. તમે પણ માતાના પોતાના બાળકો પ્રત્યેના પ્રેમની ઘણી વાતો સાંભળી હશે. આવી જ એક વાર્તા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. વાર્તા વાંચીને લોકોની આંખો ભીની થઈ ગઈ છે.

એક માતા 24 વર્ષ સુધી એક જ થાળીમાં ભોજન કરતી હતી. તેની પાછળ એક એવું રહસ્ય હતું જે તેના નિધન પછી પુત્રને ખબર પડી અને હવે તે થાળી જોઈને દીકરો ભાવુક થઈ રહ્યો છે. વ્યક્તિએ આખી વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિક્રમ નામના એક સોશિયલ મીડિયા યુઝરે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી આખી વાત જણાવી. વિક્રમે પોતાના ટ્વિટમાં કહ્યું, ‘આ અમ્માની થાળી છે. તે છેલ્લા બે દાયકાથી આ થાળીમાં ભોજન લેતી હતી.

આ એક નાની પ્લેટ છે. પોતાના સિવાય મા ફક્ત મને અને ચુલબુલી (મારી ભત્રીજી શ્રુતિ) ને આ થાળીમાંથી ખાવા દેતી. તેમના મોત પછી મને મારી બહેન દ્વારા આ થાળીનું રહસ્ય જાણવા મળ્યું. મેં 7મા ધોરણમાં આ પ્લેટ ઇનામ તરીકે જીતી હતી. વિક્રમે આગળ લખ્યું, ‘આ વર્ષ 1999ની વાત છે. છેલ્લા 24 વર્ષમાં માતાએ મારી જીતેલી થાળીમાંથી ભોજન ખાધું હતું. આ સુંદર છે. તેણે મને તેના વિશે જણાવ્યું પણ ન હતું.

માતા હું તમને યાદ કરું છું. વિક્રમનું આ ટ્વીટ ખૂબ વાયરલ થઇ રહ્યુ છે અને તેને એક હજારથી વધુ વખત રીટ્વીટ પણ કરવામાં આવ્યું છે. આ વાયરલ ટ્વીટે તો દરેકને ભાવુક કરી દીધા છે. વિક્રમની પ્રોફાઇલ દર્શાવે છે કે તે તેની માતાને ખૂબ પ્રેમ કરતો હતો. ગયા વર્ષે 29 ડિસેમ્બરે તેની માતાનું નિધન થયું હતું.

Shah Jina