ભરૂચમાં દીકરાને જન્મ આપ્યાના 13 દિવસ બાદ જ કોરોના માતાને ભરખી ગયો, માત્ર 4 જ કલાક દીકરા સાથે વિતાવ્યા

કોરોના મહામારીના એક પછી એક ભયાનક દૃશ્યો સામે આવી રહ્યા છે, ઘણા લોકોએ પોતાના સ્નેહી સ્વજન આ કાળમુખા કોરોનાના કારણે ગુમાવ્યો છે. ત્યારે ભરૂચ શહેરમાંથી જ એક એવો કમકમાટી ભરેલો કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના અને કોંગ્રેસના યુવા કાર્યકર નિખીલ શાહની પત્ની ભદ્રીશાએ 13 દિવસ પહેલા જ દીકરાને જન્મ આપ્યો હતો. અને 13 બાદ તેમનું નિધન થઇ જતા દીકરાના માથેથી માતાની છત્રછાયા ચાલી ગઈ હતી.

નિખિલ શાહ અને ભદ્રીશાના લગ્ન ડિસ્મેબર 2019માં થયા હતા. આ દરમિયાન ભદ્રીશા ગર્ભવતી બની હતી જેના કારણે પરિવારમાં પણ બાળકના જન્મની ખુશીઓ વ્યાપેલી હતી. પરંતુ ગત 7 એપ્રિલના રોજ ગર્ભાવ્સસ્થા દરમિયાન જ ભદ્રીશાને કોરોના સંક્ર્મણ લાગ્યું હતું.

ભદ્રીશાને સંક્ર્મણ લાગ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેના બાદ 10 એપ્રિલના રોજ ભદ્રીશાએ એક દીકરાને જન્મ આપ્યો, પરંતુ આ સમયે તે કોરોના સંક્રમિત હોવાના કારણે બાળકને માતૃત્વનો પ્રેમ આપી શકી નહોતી.

પરંતુ 13 એપ્રિલના રોજ હોસ્પિટલમાંથી રજા મળતા તે પોતાના ઘરે ગઈ ગઈ હતી અને ત્યાં માંડ તેને પોતાના દીકરા સાથે માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરી 4 કલાકનો સમય વિતાવ્યો હશે ત્યાં તેની તબિયત ફરી ખરાબ થઇ જતા તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ 10 દિસવની સારવાર બાદ પણ ભદ્રીશા કોરોના સામેનો જંગ જીતી શકી નહોતી.

Niraj Patel