માંથી મોટું કોઈ નથી… જુઓ આ માતાની મહેનત.. એક હાથમાં બાળક, બીજા હાથમાં ઈ-રીક્ષાનું સ્ટેયરીંગ, વીડિયો જોઈને લોકોની આંખો ભરાઈ, જુઓ

પોતાના બાળક માટે ભર ઉનાળે કાળી મજૂરી કરતી જોવા મળી માતા, વીડિયો જોઈને સોશિયલ મીડિયા પણ સ્તબ્ધ થઇ ગયું, જુઓ ભાવુક કરી દેનારો વીડિયો

E-rickshaw driving mother : આપણે ત્યાં એક કહેવત છે કે ગોળ વિના મોળો કંસાર અને માં વિના સુનો સંસાર. દરેક મા પોતાના સંતાનોને ખુબ જ પ્રેમ કરે છે અને પોતાના સંતાનો માટે કંઈપણ કરવા માટે તૈયાર પણ હોય છે, સોશિયલ મીડિયામાં તમે ઘણા બધા વીડિયો જોયા હશે જેમાં માતાની આવી ભાવના જોઈને કોઈની પણ આંખો ભરાઈ આવે. હાલ એવો જ એક માતૃપ્રેમનો વીડિયો સોશિયલ મીડિયામાં લોકોને ભાવુક કરી રહ્યો છે.

આ વીડિયો 17 સેકન્ડનો છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે મહિલા એક હાથથી ઈ-રિક્ષાનું હેન્ડલ પકડી રહી છે અને બીજા હાથથી બાળકને પકડી રહી છે. તેણે માસૂમને તેના પગ અને હાથ વચ્ચે સુવડાવી દીધો છે. કદાચ તે સૂઈ રહ્યો છે. જ્યારે મુસાફરો રિક્ષામાં બેસે છે ત્યારે મહિલા એક હાથે ઈ-રિક્ષા ચલાવવાનું શરૂ કરે છે.

માતાના પ્રેમ અને જીવનનું આ કડવું સત્ય કોઈએ કેમેરામાં કેદ કર્યું, જેનો વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. ઘણા લોકો આ ક્લિપને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. આ વીડિયોને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને જોઈને બધાની આંખો ભીની થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને હજારો લોકો લાઈક પણ કરી ચુક્યા છે, સાથે જ ઘણા લોકો આ વીડિયોને જોઈને પ્રતિભાવ પણ આપતા  જોવા મળી રહ્યા છે.  એક વ્યક્તિએ લખ્યું “આ માતાને સલામ. બીજાએ લખ્યું”મા તો મા છે. તેવી જ રીતે, બધા યુઝર્સ આ  માતાની પ્રશંસા કરી રહ્યા છે.

Niraj Patel