આખરે કેમ જનની જ બની ગઇ કાતિલ ? અઢી વર્ષની બાળકીને ફાંસી પર લટકાવી અને પછી પોતે પણ કરી દીધી આત્મહત્યા

બધા કરતા રહ્યા બસ એક જ સવાલ, માતાએ કેમ અઢી વર્ષની માસૂમ બાળકી સાથે કરી આત્મહત્યા ? હ્રદય કંપાવી દે તેવી ઘટના

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર પ્રેમ સંબંધ કે પછી ઘણીવાર માનસિક હેરાનગતિ આત્મહત્યાનું કારણ હોય છે. ત્યારે હાલ એક માતા અને તેની અઢી વર્ષની પુત્રીનો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જે બાદ સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઇ હતી. હિમાચલ પ્રદેશના મંડીમાં મહિલાએ પહેલા પોતાની અઢી વર્ષની દીકરીને ફાંસી આપી અને પછી પોતે પણ ફાંસી લગાવી દીધી. મૃતકની ઓળખ 22 વર્ષની ડિમ્પલ કુમારી અને તેની અઢી વર્ષની પુત્રી પ્રિયાંશી તરીકે થઈ છે. ઘટનાની માહિતી મળતા જ સુંદરનગર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 હિન્દી

ડીએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થિતિ જોઈને RFSL મંડીમાંથી ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને પણ બોલાવવામાં આવી હતી. પોલીસ ટીમે મૃતકના પરિવારજનોની પણ પૂછપરછ કરી હતી. મળતી માહિતી મુજબ, શુક્રવારે બપોરે છત્તર પંચાયત પ્રધાને પોલીસ સ્ટેશન સુંદરનગરને ઘટના અંગે જાણ કરી હતી.જેના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પરિણીત મહિલાએ પોતાની પુત્રીને લટકાવી અને પછી પોતે જ લટકીને આપઘાત કરી દેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.અઢી વર્ષની પ્રિયાંશી માત્ર ઘરની જ નહીં, પડોશીઓની પણ આંખનું રણકાર હતી. ગ્રામજનો તેના મૃત્યુ પર વિશ્વાસ કરી શકતા નથી.

તસવીર સૌજન્ય : અમર ઉજાલા

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટનાને લઈને દરેક વ્યક્તિ સવાલ કરી રહ્યા છે કે એક માતાએ પોતાના કાળજાના ટુકડા સમાન બાળકને કેવી રીતે મોતનો ઘાટ ઉતાર્યુ હશે.નવ મહિના સુધી પોતાના ગર્ભમાં દીકરીને ઉછેરીને બાદમાં તેના જન્મ બાદ બે-અઢી વર્ષ સુધી તેનું પાલન પોષણ કર્યુ તો એવું તો શું થયું કે માતાએ આવું પગલું ભર્યું. ડિમ્પલ અને વિનય કુમારે ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે માતાએ પહેલા પંખાના ખીંટીમાંથી દોરડું બાંધ્યું હતું. આ પછી સ્કાર્ફની આગળ બે લૂપ બનાવ્યા અને પહેલા તેણે દીકરીને ફાંસીથી લટકાવી અને પછી તેના ગળામાં ફાંસી બાંધી આત્મહત્યા કરી લીધી. આ ઘટનામાં બંનેના મોત થયા હતા. માતાએ આ પગલું કેમ ભર્યું, તે હજુ સુધી જાહેર થયું નથી.

પ્રતિકાત્મક તસવીર

જો કે, સુંદરનગર પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે, મૃતકના પરિવારજનોનો આરોપ છે કે તેની પુત્રીને તેના સાસરિયાઓ દ્વારા નીચલી જાતિની હોવાનું કહીને હેરાન કરવામાં આવી હતી. તે સમયાંતરે તેની મોટી બહેનને વોટ્સએપ દ્વારા આ અંગે જાણ કરતી હતી. તે આ બાબતને આગળ વધારવા માંગતી ન હતી જેથી તેનો પરિવાર તૂટી ન જાય.પોલીસને વોટ્સએપ ચેટમાંથી પણ ઘણી મહત્વની કડીઓ મળી શકે તેમ છે. જો કે, પોલિસને અત્યાર સુધી કોઇ સુસાઇડ નોટ મળી આવી નથી.

પ્રતિકાત્મક તસવીર

પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા તેની પુત્રી સાથે ઘરે હાજર હતી. જે સમયે મહિલાએ આવું પગલું ભર્યું તે સમયે ઘરમાં વૃદ્ધ મહિલા સિવાય બીજું કોઈ નહોતું. વૃદ્ધ મહિલાને તેના વિશે ખબર ન હતી. જ્યારે મૃતકની સાસુ ઘરે પહોંચી તો તેણે તેની પુત્રવધૂ અને પૌત્રીને ફાંસીથી લટકતી જોઈ. તેણે જોરથી બૂમ પાડી અને લોકોને તેની જાણ કરી. જે બાદ સ્થાનિક પંચાયતના વડાએ પોલીસને જાણ કરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. ઘટના પાછળનું કારણ શું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.

Shah Jina