જામનગરના ખંભાળિયા હાઇવે પર બેફામ કર ચાલકે સર્જ્યો મોતનો તાંડવ, પ્રસંગમાંથી પાછા ફરતા માતા અને દીકરીને કચડી નાખ્યા

Mother and daughter died in an accident in Jamnagar : ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં કેટલાય લોકો અકસ્માતમાં મોતને ભેટતા હોય છે. ખાસ કરીને અકસ્માત માણસની બેદરકારી અને ઓવરસ્પીડના કારણે થતા હોવાનું જ સામે આવે છે. ત્યારે હાલ જામનગરના ખંભાળિયામાંથી એક એવા જ અકસ્માતની ખબર સામે આવી છે, જેમાં એક બેફામ કાર ચાલકે રસ્તો ઓળંગી રહેલા માતા અને તેમની ફૂલ જેવી દીકરીને કચડી નાખ્યા છે. જેમાં બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભરાણા ગામના 32 વર્ષીય હિનાબા જાડેજા પોતાની 9 વર્ષની દિકરી કૃપાબા જાડેજા સાથે એક પ્રસંગમાંથી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન જામનગર-ખંભાળિયા હાઇવે પર કજુરડા પાટિયા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા. આ દરમિયાન હાઇવે પરથી પુરપાટ ઝડપે દોડી આવતી કારે માતા અને દીકરીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંનેના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ તથા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હિનાબા અને કૃપાબાના મૃતદેહને જામ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને પોલીસે તપાસ હાથ ધરી છે. તો માતા અને દીકરીના એક સાથે આ રીતે અકસ્માતમાં મોત થવાના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.  પોલીસ દ્વારા હાલ કારની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

બંને માં દીકરી આજે સવારે આશરે 5:30 વાગ્યે તેઓ ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા કજૂરડા ગામના પાટીયા પાસે વાહનમાંથી ઉતરી અને ભરાણા ખાતે પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે અહીં રોડ ક્રોસ કરતી વખતે જામનગર તરફથી આવી રહેલી એક મોટરકારની હડફેટે આ માતા પુત્રી મોતને ભેટ્યા.

Niraj Patel