આ છે ગુજરાતના મોસ્ટ વૉન્ટેડ ઢોસા, જોઈને જ તમારા મોઢામાં પણ આવી જશે પાણી, જુઓ કેવી રીતે બને છે આ ઢોસા ? વીડિયો વાયરલ

ખાણીપીણીના શોખીનો તમને દુનિયાભરમાં મળી જશે, વળી આજે તો સોશિયલ મીડિયામાં ખાણીપીણીને લગતા ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા રહે છે અને લોકો પણ ઘરે બેઠા બેઠા દૂર રહેલા કોઈ સ્ટ્રીટ ફૂડના વીડિયો પણ પોતાનામ મોબાઈલમાં જોતા હોય છે અને જયારે તે તરફ જાય છે ત્યારે તેનો સ્વાદ પણ માણતા હોય છે. સોશિયલ મીડિયામાં હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકોના મોઢામાં પાણી આવી ગયું છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક મોટા તવા ઉપર ઢોસા બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ બેટરને સારી રીતે ફેલાવે છે અને તેના પર તાજા શાકભાજીથી લઈને મસાલા સુધી ઘણી વસ્તુઓ મૂકે છે. આ ઢોસા ઉપર તે બટર, ચીઝની ભરમાર કરી દે છે, જે જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે.

વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આ ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ ઢોસા છે. ઘણા લોકો તેમની ભૂખ સંતોષવા ઢોસાના સ્ટોલની પાછળ રાહ જોઈ રહ્યા છે. દરેકના ચહેરા જોઈને લાગે છે કે આટલા સ્વાદિષ્ટ ઢોસાથી રાહ જોવી તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે. કોમેન્ટ સેક્શનમાં પણ લોકો આ ઢોસા ખાવા આતુર જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો જોયા પછી દરેક વ્યક્તિ આ રેસીપી ટ્રાય કરવા માંગે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. આટલું જ નહીં ઘણા લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. તો ઘણા લોકો કોમેન્ટમાં જગ્યાનું નામ પણ પૂછતાં જોવા મળી રહ્યા છે.

Niraj Patel